આ ડેમની જળ સપાટી ઘટતા 850 વર્ષ જૂનું મંદિર દેખાયું-જુઓ અહીં

0

આ ડેમની જળ સપાટી ઘટતા 850 વર્ષ જૂનું મંદિર દેખાયું-જુઓ અહીં,મહીસાગર જિલ્લાના કડાણા ડેમની જળ સપાટીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. હાલ ડેમની સપાટી 384.5 ફૂટ થતાં કિનારા અને બેટ ખુલ્લા થતાં ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ડેમની વચ્ચોવચ ડુંગરની ગુફામાં આવેલા નદીનાથ મહાદેવ મંદિરનાં દ્વાર ખૂલતાં દર્શન ઘેલા ભક્તો આનંદવિભોર બન્યા હતા. ત્યારે જો આવનારા દિવસોમાં ઉપરવાસમાં વરસાદ નહીં પડે તો આગામી સમયમાં મહાજળ સંકટ સર્જાય તેવાં એંધાણ સર્જાઈ રહ્યાં છે.

કડાણા જળાશયમાંથી ગુજરાત રાજ્યના 9 જિલ્લા માટે સિંચાઈના પાણીથી લઈને 156 ગામને પીવાના પાણી પૂરું પાડવામાં આવે છે. હાલમાં ડેમમાં 31% પાણીનો જથ્થો જોવા મળતાં જળ સંકટનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે. જેમાં મોટી સંખ્યામાં લોકો આવતા હતા, પરંતુ ત્યાર બાદ ડેમનું નિર્માણ થતાં ગુફામાં આવેલા ભેકોટલિયા બાવજી મંદિર તેમજ નદીનાથ મહાદેવ મંદિર ડુબાણમાં જતાં આઠસો પચાસ વર્ષ પુરાણું આ ઔલોકિક શિવજીનું આ ગુફા મંદિર 20 વર્ષ બાદ ગત વર્ષના શ્રાવણ માસમાં ખૂલ્યું હતું

આ વર્ષે ફરી એક વાર ખૂલતાં દર્શનઘેલા ભક્તો આનંદવિભોર બન્યા હતા. જ્યારે આ ગુફા મંદિરની ડોક્યુમેન્ટરી ફિલ્મ માહિતી ખાતામાં ઉપલબ્ઘ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed