કુન્દ્રા ના અશ્લીલ બિઝનેસથી થતી એક દિવસની કમાણી જોઈને તમારી આંખો પહોળી થઇ જશે-જાણો

0

કુન્દ્રા ના અશ્લીલ બિઝનેસથી થતી એક દિવસની કમાણી જોઈને તમારી આંખો પહોળી થઇ જશે-જાણો,એક રિપોર્ટ અનુસાર કથિત આરોપી રાજ કુન્દ્રા અને તેના બિઝનેસ પાર્ટનર એક જ દિવસમાં લાખો રૂપિયા કમાતા હતા.

24 કલાકમાં અલગ અલગ અકાઉન્ટમાં આ પૈસા ટ્રાંસફર થતા હતા.પોલીસે આ મામલે રોવા ઉર્ફ યાસ્મિન ખાનની ધરપકડ કરી છે. Hotshotsની કમાણી પર પણ પોલીસ તપાસ કરી રહી છે.

મુંબઇ પોલીસના જોઇન્ટ સીપીએ જણાવ્યું કે, કથિત આરોપીઓના અલગ અલગ બેન્ક ખાતામાં 7.5 કરોડ રૂપિયા ફ્રીઝ કરવામાં આવ્યા છે. રાજની વૉટ્સઍપ ચૅટ વાયરલ થઇ હતી અને તેમાં સામે આવ્યું કે તેના ફોનમાં H નામનું એક ગ્રુપ હતું જેમાં તે બિઝનેસની વાતો કરતો હતો.

તેના બિઝનેસ પાર્ટનર અને મૉડલ તેમજ એક્ટ્રેસના પેમેન્ટ વિશેની ચર્ચાઓ પણ તે જ ગ્રુપમાં થતી હતી. તેની સાથે તે પ્લાન Bની તૈયારીઓ પણ કરી રહ્યો હતો. ગયા વર્ષે 18 નવેમ્બરના રોજ રાજ કુન્દ્રાની એપ્લિકેશનને ગૂગલ વોયલેશનના કારણે સસપેન્ડ કરી દેવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed