CM બાદ હવે સુપર CM ઉતર્યા મેદાનમાં, પોતાનું એક વર્ષ પૂરું થતા કર્યું આવું

0

CM બાદ હવે સુપર CM ઉતર્યા મેદાનમાં, પોતાનું એક વર્ષ પૂરું થતા કર્યું આવું સી આર પાટીલને ભાજપના અધ્યક્ષ બન્યાને આજે બીજું વર્ષ શરૂં થયું. 20 જૂલાઇ 2020ના રોજ તેમને ગુજરાત ભાજપના પ્રમુખ બનાવાયા.

ભાજપ પક્ષના જણાવ્યા અનુસાર એક વર્ષના તેમના કાર્યકાળ દરમિયાન ભાજપે ગુજરાતની તમામ ચૂંટણીઓમાં ભવ્યાતિભવ્ય વિજય મેળવ્યો, કોરોના અને તાઉતે વાવાઝોડામાં સફળ કામગીરી થઇ અને જળસંચયમાં સફળતા મળી. હવે આ બધુ જો પાટીલના આવ્યા પછી થયું તો મુખ્યમંત્રી રૂપાણીએ શું કર્યું તેવો સીધોસાદો પ્રશ્ન સામાન્ય બુદ્ધિ ધરાવતાં દરેકને થાય.

પક્ષ તરફથી રજૂ કરાયેલી આ યાદીમાં પાટીલે એક વર્ષની અંદર આઠ મહત્ત્વના મુદ્દા પર સારામાં સારી કામગીરી કરી તેવું જણાવાયું છે.વિધાનસભાની પેટા ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્યાતિભવ્ય સફળતા મેળવી, કોરોનાની મહામારી અને તાઉતે વાવાઝોડાં દરમિયાન સંગઠને સફળ કામગીરી કરી, સરપંચ અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કાર્યક્રમો કર્યા અને જળસંચયની કામગીરી કરી હતી. જોકે મંગળવાર મહત્વની વાત એ છે કે આ એક ભવનનું બે વખત ઉદ્દઘાટન થયું હતું.

ગત મંગળવારે સવારે શરૂ થયેલા કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ પહોંચ્યા હતા જેઓએ સવારે 11:32 કલાકે ભવનના ગ્રાઉન્ડ ફ્લોર પર રીબીન કાપી હતી. થોડી હાજરી આપીને પાટીલ જતાં રહ્યાં હતા જે બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed