પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી દીકરીઓના લગ્નની તૈયારી, સુરતમાં થશે 300 લગ્ન-જાણો વિગતે

0

પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી દીકરીઓના લગ્નની તૈયારી, સુરતમાં થશે 300 લગ્ન-જાણો વિગતે,આ વખતે ‘ચુંદડી મહિયર’નામના સમૂહ લગ્નમાં 300 પિતા વિહોણી દીકરીઓના લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. 4 અને 5 ડિસેમ્બરના રોજ યોજાનારા સમૂહ લગ્નની તૈયારી આયોજનના ભાગ રૂપે પ્રથમ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દીકરીઓ તેની માતા સાથે આવી હતી.

પ્રથમ બેઠકમાં જ પિતાને ગૂમાવ્યા બાદ લગ્નના સપના સાકારીત થતાં દીકરીઓ ભાવુક થઈને રડી પડી હતી. 2008થી થતાં સમૂહ લગ્નમાં અલગ અલગ રાજ્ય અને અલગ અલગ જ્ઞાતિ અને ધર્મની પિતા વિહોણી દીકરીઓના લગ્ન કરાવવામાં આવે છે. આ વર્ષે 4 અને 5 ડિસેમ્બરે લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. લગ્ન પ્રસંગની તૈયારીના ભાગરૂપે આજે દીકરીઓને તેની માતા સાથે લગ્નની આયોજનની બેઠકમાં મહેશ સવાણીને મળી હતી.

જેમાં ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતાં. સમૂહ લગ્નમાં જોડાનાર ઘણી દીકરીઓએ ન માત્ર પિતા જ પરંતુ ઘણી દીકરીઓના માતા કે પિતા બન્નેમાંથી કોઈ જ હૈયાત નથી. જેમાં ઘણી બધી દીકરીઓ પિતા વિહોણી તો હતી જ પરંતુ ઘણી એવી દીકરીઓ પણ આવી હતી કે, જે માતાપિતા ગૂમાવ્યા છે. એમણે જ્યારે પોતાના માતા-પિતા ગૂમાવવાની વાત કરી ત્યારે દીકરીના આંખોમાં ચોધાર આંસુ તો હતાં પરંતુ હાજર તમામ લોકો પણ ભાવુક થઇ ગયા હતાં.

દરેક દીકરી માટે આ ખૂબ જ મહત્વની ક્ષણ હોય કે પોતાના લગ્નની ઉંમરે જ્યારે તે પ્રભુતામાં પગલાં પાડનાર હોય ત્યારે પોતાની પિતાની ગેરહાજરી અનુભવતી હોય છે. એવા સમયે એક પિતા તરીકે જ્યારે કોઈને હૂંફ મળે છે માનવ સહજ સ્વભાવ છે કે, આ પ્રકારના દ્રશ્યો જોવા મળે.લગ્નના આયોજક મહેશ સવાણીએ જણાવ્યું કે, તમામ જ્ઞાતિ અને જાતિ ભૂલીને 300 જેટલી દીકરીઓના લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જો કોરોના સંક્રમણની સ્થિતિ હશે, તો સરકારની ગાઇડ લાઇનનું પાલન કરીને લગ્નોત્સવ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed