યુવકને બે વર્ષથી સતત પેટમાં દુખતું હતું, દવા ખાધા પછી મોઢા માંથી નીકળી આ વસ્તુ-જોઈને આખો ખુલ્લી રહી જશે

0

યુવકને છેલ્લાં બે વર્ષથી પેટમાં સતત દુખાવો થતો હતો. તેણે ડોક્ટર પાસેથી દવા પણ લીધી હતી. અસહ્ય પીડાથી તે ટળવળતો હતો. આ સંજોગોમાં સાપ જેટલા કદનો એટલે કે આશરે દોઢ ફૂટ લાંબો કીડો તેના મોઢામાંથી નીકળ્યો હતો.

ડોક્ટરને પણ ખૂબ જ આશ્ચર્ય થયું હતું અને તેઓ આ બાબતને સમજી શક્યા ન હતા. બીજી બાજુ રીવા મેડિકલ કોલેજના ડીનએ આ કીડાને રાઉન્ડ વર્મ તરીકે ગણાવ્યો છે.ખાનગી ક્ષેત્રના અગ્રણી તેમ જ દોઢ વર્ષથી નાગોદમાં કોરોના સારવાર સાથે જોડાયેલા ડો.એસએન સિંહ પાલે જણાવ્યું હતું કે દર્દી શાન મોહમ્મદનો 35 વર્ષનો દીકરો વસીમ મોહમ્મદ મધ્યપ્રદેશના પન્ના જિલ્લાના ભઠિયા ગામમાં રહે છે.

તેમણે જમાવ્યું હતું કે પેટમાંથી નીકળેલા કીડાની લંબાઈ આશરે દોઢ ફૂટ છે, જે હજુ પણ જીવિત અવસ્થામાં છે. આ સાથે તે મૂવમેન્ટ પણ કરે છે. કોઈ તેને નુકસાન ન કરે એ માટે એને એક બોટલમાં ભરીને રાખવામાં આવ્યો છે.રીવા શ્યામ શાહ મેડિકલ કોલેજના ડીન ડો.મનોજ ઈંદુલકરે કહ્યું હતું કે આ રાઉન્ડ વર્મ એટલે કે ગોળ કૃમિ (સામાન્ય રીતે અળસિયા જેવું દેખાય છે) હોઈ શકે છે. આ પ્રકારના કીડા નીકળવા એ સામાન્ય વાત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed