રાજ્યમાં AAP ની એન્ટ્રી અને કેજરીવાલ મુદ્દે સી.આર.પાટીલે આપ્યું મોટું નિવેદન, જાણો

0

બેઠકમાં ભાજપ પ્રદેશ કારોબારીમાં ઠરાવ પસાર કરાયા છે. તો સાથે કોરોનામાં કામગીરી અંગે ડોક્ટર, મેડિકલ સ્ટાફ સહિત તમામ સહાયકોને અભિનંદન ઠરાવ પસાર કરાયો હતો. આ સાથે સી.આર પાટીલે પત્રકારો સાથે વાતચીત પણ કરી હતી.

જેમાં કહ્યું કે, કોરોનાના કારણે મૃત્યુ પામનારા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી. સાથે કહ્યું કે, ત્રીજી લહેરને લઈને પણ સમગ્ર તૈયારીઓ અંગે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ બેઠકમાં રજૂ કરી હતી. આજે ભારતીય જનતા પાર્ટીની કારોબારીની બેઠક યોજાઈ હતી. જોકે દર વર્ષે યોજાનાર કારોબારી ખૂબ લાંબા સમય બાદ એટલે કે કોરોના મહમારીને કારણે બે વર્ષ બાદ મળી હતી.

ત્યારે આજે યોજયેલી કારોબારીમાં કેટલાક ઠરાવ કરવામાં કર્યા અને આજે યોજાયેલી કારોબારી બેઠક ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અધ્યક્ષતામાં પ્રથમ કારોબારી મળી હતી.ભાજપની ખૂબ લાંબા ગાળા એટલે કે દર વર્ષે યોજાનારી કારોબારી બે વર્ષ બાદ મળી હતી.

પ્રદેશ કારોબારી બેઠકમાં ભાજપનાં પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં મંત્રી મંડળના અને ભાજપનાં સંગઠન હોદેદારો હાજરીમાં કારોબારી સભ્યો હાજર રહ્યા હતા. જો કે ખૂબ લાંબા ગાળે મળનારી પ્રદેશ ભાજપની કારોબારીની બેઠક 13મા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના અધ્યક્ષિ પ્રવચન આપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed