સુરતમાં પાલિકાની સામાન્ય સભા પહેલા જ AAP ના વિરોધ પક્ષના નેતા સહિત કોર્પોરેટરોની ધરપકડ-જાણો વિગતે

0

સુરતમાં પાલિકાની સામાન્ય સભા પહેલા જ AAP ના વિરોધ પક્ષના નેતા સહિત કોર્પોરેટરોની ધરપકડ-જાણો વિગતે,આ કેસમાં શનિવારે પાલિકાના સિક્યુરિટી ઓફિસરે 27 કોર્પોરેટરો ઉપરાંત અન્ય 2 મળી કુલ 29 સામે રાયોટિંગ, સરકારી ફરજમાં રુકાવટ, મારામારી સહિતની 14 કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો.

આ પ્રકરણમાં પોલીસે આપના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરી સહિતના કોર્પોરેટરોની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. જેથી આપના કાર્પોરેટરો દ્વારા ભાજપ સરકાર ચોરના નારા લગાવ્યા હતા. પાંચ જેટલા કોર્પોરેટરને સામાન્ય સભા ખંડની બહારથી ઝડપી પાડવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે, આજે પાલિકાની ઓફલાઈન સામાન્ય સભા છે.

સામાન્ય સભા વિપક્ષ વગર જ યોજાય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે.આપના કોર્પોરેટરને ઝડપવા પોલીસે ભારે મથામણ કરવી પડી હતી. જ્યારે પાંચ કોર્પોરેટર તો પાલિકામાં જ સંતાઈ ગયા હતાં. આ કોર્પોરેટર પાલિકાની સામાન્ય સભામાં ભાગ લેવા માટે સરદાર ખંડમાં જવા માટે આવ્યાં કે ગેટ પરથી જ તમામની ધરપકડ કરી લેવામાં આવી હતી.આજે 450 દિવસ બાદ પહેલીવાર પાલિકાની ઓફલાઈન સામાન્ય સભા પાલિકા ખાતે યોજાઈ છે. જેમાં વિપક્ષ હોબાળો મચાવે તેવી શક્યતા પહેલાંથી જ જોવાી રહી હતી.

જેથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો હતો. દરમિયાન આપના કોર્પોરેટરોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ પાલિકામાં તમામ કોર્પોરેટરના આઈડી ચેક કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો. દરમિયાન ભાજપના તમામ કોર્પોરેટર અને મેયર અને સ્થાયી અધ્યક્ષ તમામ એક હોલમાં એકઠાં થયા હતા.

ઉમેદવાર હારી જતાં યેનકેન પ્રકારે ચૂંટણી રદ કરાવવા હુલ્લડ કર્યું હતું. કુલ 120 બેલેટ પેપરમાંથી 118 બેલેટ પેપરના આધારે ચૂંટણીમાં હાર-જીતનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે બે બેલેટ પેપર વિસંગતતાને લીધે બાકી રાખવામાં આવ્યા હતા. જેમાં આપના ઉમેદવારની હારની ખબર પડતાં આપના કોર્પોરેટરોએ ભેગા મળી મત ગણતરી પત્રક ફાડી નાખ્યું હતું.

સિક્યુરિટી સ્ટાફ સામે અને મત ગણતરીમાં રોકાયેલા સિક્યુરિટી ઓફિસરના સ્ટાફ સાથે મારામારી કરી કહ્યું હતું કે, ‘તમે ગુલામ છો, તમે ચોર છો, આ લોકોની ગુલામીથી કંઇ મળશે નહીં. તમને બધાને સસ્પેન્ડ કરાવી દઇશું.’ ચૂંટણીની કામગીરીને પણ અવરોધવા માટે દસ્તાવેજો ફાડી નાખ્યા હતા અને બેલેટ પેપર ઝૂંટવી ચૂંટણી પ્રક્રિયામાં વિક્ષેપ ઉભો કર્યો હતો.આજે પ્રથમ વખત સરદાર સભા ખંડમાં સામાન્ય સભા યોજશે ત્યારે આપ દ્વારા બે બેલેટ પેપરમાં ભુલનો આક્ષેપ અને ફેર ચૂંટણીની માંગને વળગી રહી આ ગરમાયેલા મામલે ફરી સામાન્ય સભામાં હોબાળો મચાવી શકે તેમ છે. સામાન્ય સભામાં ઉપરાંત આપના કોર્પોરેટરો નવા વિસ્તારોના સમાવેશ છતાં પ્રાથમિક સુવિધાનો અભાવ, ખાડી સફાઈ, સોસાયટીઓમાં સાફસફાઈ સહિત ના મુદ્દા ઉઠાવે તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed