સુરતમાં AAP માં જોડાયેલા મહેશ સવાણીને શુભેરછા પાઠવતા હોર્ડિંગ્સ ઉતરતા ભાજપ પર લાગ્યો આ આરોપ

0

સુરતમાં AAP માં જોડાયેલા મહેશ સવાણીને શુભેરછા પાઠવતા હોર્ડિંગ્સ ઉતરતા ભાજપ પર લાગ્યો આ આરોપ,આપમાં રાજકીય કાર્યકરોથી લઈને સમાજસેવો અને ઉદ્યોગપતિ પણ જોડાઈ રહ્યા છે. ત્યારે સામાજિક અને ઉદ્યોગક્ષેત્ર સાથે જોડાયેલા મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાતા જ વરાછા વિસ્તારમાં તેમને શુભેચ્છા આપતા બોર્ડ લાગી ગયા હતાં.

જેથી બેનર અને હોર્ડિંગ પાલિકા દ્વારા હટાવવામાં આવ્યાં હતાં. નિયમ વિરૂદ્ધ બેનર લાગ્યા હોવાના નામે બેનર હોર્ડિંગ હટાવાયા હતાં. જેથી મહેશ સવાણીએ કહ્યું કે, ભાજપ દ્વારા કિન્નાખોરી દાખવવામાં આવી રહિ છે.આપમાં જોડાયેલા મહેશ સવાણીને શુભેચ્છા આપતાં બેનરો વરાછા સહિત સરથાણા, યોગીચોક, પુણા, હીરાબાગ સર્કલ તમામ વિસ્તારોમાં લગાડવામાં આવ્યા હતાં.

સવારથી કોર્પોરેશનની અલગ-અલગ ઝોનની ટીમ દ્વારા જે તે વિસ્તારના મહેશ સવાણીના લાગેલા તમામ બેનરો પોસ્ટરો ઉતારી લેવાની કામગીરી શરૂ કરાઇ હતી. આપમાં મહેશ સવાણી જોડાવાની સાથે જ અનેક બાબતોને લઈને ચર્ચાએ જોર પકડયું હતું.

મહેશ સવાણી જોડાયા ત્યારથી જ તેમને હેરાન કરાશે તેવી અટકળો હોવાનું કહેતા આપના નેતાઓએ કહ્યું કે, સતા પક્ષ પોતાની સત્તાનો ગેરઉપયોગ કરીને લોકોને હેરાન કરવાનું ષડયંત્ર યોજી રહ્યું છે.આમ આદમી પાર્ટીને શુભેચ્છા આપતા બેનરોમાં જ્યાં પણ મારો ફોટો છે તે બેનરો એકાએક ઉતારવાનું શરૂ કરી દેવાયું છે. જો આ પોસ્ટરો અને બેનરો ગેરકાયદેસર રીતે લાગ્યા હોય તો તેને કોર્પોરેશનની ટીમ દ્વારા ઉતારી લેવા જોઇએ અને તેની સાથે હું સહમત છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed