ગુજરાતમાં AAP CM નો ચહેરો કોણ? જાણો સીસોદીયાએ શું આપ્યો જવાબ

0

દિલ્લીના ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયાની હાજરીમાં તેમણે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો. પત્રકારોને સંબોધતા મહેશ સવાણીએ કર્યું કે આમ આદમી પાર્ટીની સરકાર આવ્યા બાદ દિલ્લીમાં સરકારી શાળાઓની સ્થિતિ સુધરી છે જ્યારે હાલમાં ગુજરાતમાં બધાના ધંધા ભાંગી પડ્યા છે.

આ ઉપરાંત તેમણે ટિપ્પણી કરી કે સમાજના કામમાં ક્યારેય રાજકારણ ન થવું જોઈએ પરંતુ હાલમાં સમાજના કામમાં રાજકારણ થાય છે તો બીજી તરફ મનિષ સિસોદિયાએ સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે કરેલા કામોના વખાણ કર્યા અને ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી મજબુત બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો.મનીષ સિસોદિયાને જ્યારે ગુજરાતમાં સીએમ ચહેરાને લઈને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે ત્યારે મુખ્યમંત્રી પહેલા અમે જનતાની વચ્ચે જઈશું અને ચર્ચા કરવા માંગીએ છે કે આમ આદમી પાર્ટી કરશે શું? આમ આદમી પાર્ટી એ બધા જ કામ કરશે જેના સપના લોકો જોઈ રહ્યા છે.

મુખ્યમંત્રી કોણ હશે તે ચૂંટણી પહેલા જ નક્કી થઈ જશે અને ગુજરાતના લોકો અને કાર્યકર્તાઓ તે નક્કી કરશે. નોંધનીય છે કે આ દરમિયાન સિસોદિયાએ કહ્યું કે ગુજરાતના રાજકારણમાં હવે બે જ પાર્ટીઓ રહેશે, આમ આદમી પાર્ટી અને ભાજપ. કોંગ્રેસ ક્યાંય મેદાનમાં જ નહીં હોય. મહેશ સવાણીએ કહ્યું કે મારે સેવા કરવી છે અને તે માટે જેલમાં જવું પડે તો પણ વાંધો નથી. મને ગોળી મારી દેશે તો પણ વાંધો નથી કારણ કે મેં મારી જિંદગી જીવી લીધી છે. નોંધનીય છે પત્રકાર પરિષદ દરમિયાન કોરોનાકાળનો એક અનુભવ વ્યક્ત કરી રહેલા મહેશ સવાણી ભાવુક થઈ ગયા હતા. સવાણીએ કહ્યું કે સૌરાષ્ટ્રમાં કોરોના આઇસોલેશન સેન્ટર શરૂ કર્યા. પરંતુ તમે કઈ પાર્ટી સાથે જોડાયેલા છો તે સવાલ કરી કરીને સેન્ટર બંધ કરી દેવા પડ્યા અમને પરવાનગી ન આપી. એક કાકાને મેં મારી નજરે મરતા જોયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed