‘મારે સેવા કરવી છે, શું થશે મને ગોળી મારી દેશે’ મહેશ સવાણી ભાજપ છોડી AAP માં જોડાયા

0

આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાનું આજે સવારે 7 વાગ્યની આસપાસ સુરત એરપોર્ટ પર આગમન થયું હતું. ત્યારબાદ સિસોદિયા સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા. જ્યાં આપના નેતાઓ સાથે લાંબી મિટિંગ ચાલી હતી. મનીષ સીસોદિયાનું સુરતમાં એક સ્પેશિયલ મિશન છે. હીરા ઉદ્યોગપતિ મહેશ સવાણી આજે ભાજપનો સાથ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. સાથે જ અન્ય વેપારીઓથી માંડી ઉદ્યોગપતિઓ સુધીના મોટા માથાઓ પણ AAPમાં જોડાય શકે તેવી શક્યતાઓ છે.

મનીષ સિસોદિયાએ જણાવ્યું કે, સુરતમાં હવે યુવાનો અને ભણેલા લોકોની ટીમ એકઠી થઈ છે, ગુજરાતમાં પણ હવે આપનું કામ બોલે છે. ગુજરાતીઓને આપ પ્રત્યે વધુ વિશ્વાસ છે. મહેશ સવાણીએ લાંબા સમયે સુધી સેવાભાવી કાર્યો કર્યા છે અને હવે તેઓ આપમાં જોડાયા છે. ભારતીય જનતા પાર્ટીનું આજે ભારતીય જગડતી પાર્ટી નામ થઈ ગયું છે

મહેશ સવાણીએ જણાવ્યું કે, હું દરેક સમાજ નો છું, સમાજ સેવામાં માનવ વાળો માણસ છું. છેલ્લા બે ત્રણ મહિનામાં જોયું એટલે મેં આ ખુલ્લો પ્લોટ પસંદ કર્યો છે. પરિવારે પણ કહ્યું, તમે આખા ગુજરાતની સેવા કરી શકો છો. બીજી પાર્ટીમાં જશો તો હેરાન થશો, મારે સેવા કરવી છે શું થશે મને ગોળી મારી દેશે, મેં મારી જિંદગી જીવી લીધી છે, સમાજના કામમાં રાજકારણ ન હોવું જોઈએ. તમામ ખાનગી શાળાઓને ટક્કર મારે એવી સરકારી શાળાઓ આપએ દિલ્હીમાં બનાવી છે. મહેશ સવાણીના આંખમાં આશુ આવી ગયા અને તેઓ ભાવુક બનીને બોલ્યાં, મેં 80 વર્ષ જૂનું બિલ્ડિંગ પસંદ નથી કર્યું, બસ મારે સેવા કરવી છે, મેં વિદેશની, અહીંયાની અને દિલ્હીની સરકાર જોઈ છે એટલે મેં આ પક્ષ પસંદ કર્યો છે.

તેઓએ વધુમાં જણાવ્યું કે, મેં કોવિડની કામગીરી કરતી વેળાએ આપના કાર્યકરો પણ સેવામાં જોડાયા હતા તેના કારણે મને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. હું શુદ્ધ રાજનીતિ કરવા આવ્યો છું. હું સેવાનો માનસ છું. રાજકારણ મારુ ધ્યેય હતો જ નહીં, પરંતુ સમાજસેવા કરવા જોડાયો છું. ભાજપ ભારતીય ઝઘડા પાર્ટી, તેની પાસે ઝઘડા સિવાય કોઈ કાર્ય નથી. દરેક જગ્યાઓ પર માત્ર ઝઘડા પાર્ટી બનીને રહી ગઈ છે.

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 600 કરોડના બજેટ પર ભાજપના લોકો પોતાની મનમાની ચલાવી આવ્યા છે. ચોરી યથાવત રાખવા માટે પાલિકામાં આપના કાર્યકરો સાથે અન્યાય કરવામાં આવ્યો છે. સવાણીએ લ્લીમાં ઓક્સિજન મુદ્દે નિવેદન આપતા જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીએ પોતાની ઓફિસમાં રિપોર્ટ બનાવ્યો હતો. આવો કોઈ રિપોર્ટ બની જ નથી. આજે 72 કલાક થઈ ગયા છતા રિપોર્ટ આપ્યો નથી.

મનીષ સીસોદિયાના આગમન પહેલા રસ્તામાં જ આપના કાર્યકર્તાઓને અટકાવી દેવાતા કાર્યકર્તાઓએ રોષ વ્યકત કર્યો હતો. ગોપાલ ઇટાલિયાની આગેવાની હેઠળ ભાજપ સરકારની તાનાસહી સામે એક થઇ જાહેર રોડ પર જ વિરોધ કર્યો હતો. મગદલ્લા ચોકડી પરના ઓવર બ્રિજ નીચેથી જ એટલે કે, એરપોર્ટના સવા કિલો મીટર પહેલા જ સુરક્ષાના ભાગરૂપે તમામ કાર્યકર્તાઓને પોતાના નેતા મનીષ સિસોદિયાનું ભવ્ય સ્વાગત કરતા અટકાવી દેવાયા હતા.

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી નાનપુરા વિસ્તારમાં આવેલી જીવનભારતી શાળાના રોટરી ક્લબ ખાતે 12 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ સંબોધશે. કાઉન્સિલરો સાથે બેઠક કરશે ત્યારબાદ સામાજિક અગ્રણીઓ અને ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો સાથે મુલાકાત કરશે. દરમિયાન સામાજિક અગ્રણી અને ઉદ્યોગકારો આપમાં જોડાવાની શક્યતા સેવવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed