તારક મહેતા ફેમ દિશા વકાણીનો આ બોલ્ડ અવતારમાં વિડીયો તમે નહિ જોયો હોઈ-જોઈ લો વિડીયો

0

નાના પડદે દિશા લાંબા સમયથી ગાયબ છે. પરંતુ તેનું દયભાભીનું પાત્ર આજે પણ એટલું જ લોકપ્રિય છે. ફેન્સને આજે પણ આશા છે કે દિશા વાકાણી જલદી દયાભાભીની ભૂમિકામાં પાછી ફરશે.

આ બધા વચ્ચે હાલ દિશા વાકાણીનો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો નથી પરંતુ એક ડાન્સ નંબર છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ગુજરાતી વહુ દયા એટલે કે દિશા વાકાણી આ વખતે ગુજરાતી ગરબા નથી કરી રહી. પરંતુ વાયરલ થઈ રહેલા વીડિયોમાં તે માછીમારોવાળો ડાન્સ કરી રહી છે. વીડિયોમાં દિશા વાકાણીએ ગોલ્ડન સ્કર્ટ અને બેકલેસ ચોલી પહેરી છે.

વીડિયોમાં તે ખુબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. દિશાનો આ વીડિયો ખુબ આમ તો જૂનો છે પરંતુ હાલ વાયરલ થઈ રહ્યો છે. વર્ષો જૂના આ વીડિયોમાં પણ દિશા વાકાણી નટખટ અદાઓમાં જોવા મળી રહી છે.

દિશા આ ગીતમાં એક ચોરની ભૂમિકા ભજવી રહી છે. જે પોલીસનું ખિસ્સુ કાપી લે છે. દિશાના આ કારનામા બાદ તે માછીમારોની વસ્તીમાં પહોંચી જાય છે અને પછી દરિયા કિનારે એક બંગલો…ગીત શરૂ થાય છે. દિશા વાકાણીને આ અવતારમાં જોઈને ફેન્સના હોશ ઉડી ગયા છે. એક ફેને તો કમેન્ટમાં કહ્યું જેઠાલાલને કહી દઉ? અનેક લોકો અભિનેત્રીના ખુબ વખાણ પણ કરી રહ્યા છે. લોકો કહે છે કે દિશાને આ રૂપમાં જોઈશું તે અંગે ક્યારેય વિચાર્યું નહતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed