રાહુલ ગાંધીના આવવા પહેલા જ હાર્દિક પટેલે AAP માં જોડાવા અંગે આપ્યું મોટું નિવેદન, જાણો

0

રાહુલ ગાંધીના આવવા પહેલા જ હાર્દિક પટેલે AAP માં જોડાવા અંગે આપ્યું મોટું નિવેદન, જાણો,આમ આદમી પાર્ટીની એન્ટ્રી બાદ ગુજરાતના રાજકારણમાં હલચલ તેજ થઈ ગઈ છે.

અરવિંદ કેજરીવાલનો દાવો છે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ભાજપનો વિકલ્પ બનીને સામે આવશે ત્યારે રાજકારણમાં અનેક અટકળો શરૂ થઈ ગઈ છે. એવામાં આજે એક કેસના મુદ્દે કોર્ટમાં હાજર થવા માટે રાહુલ ગાંધી સુરત આવી રહ્યા છે ત્યારે રાહુલ ગાંધીના આગમન પહેલા રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીમાં જોડાવવા બાબતે હાર્દિક પટેલે મોન તોડ્યું

નવા પ્રદેશ પ્રમુખ, પ્રભારીથી લઈને આખા માળખામાં ફેરફારની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે હાર્દિક પટેલ હાંસિયામાં ધકેલાઇ ગયા હોવાથી તેઓ નારાજ છે તેવી ચર્ચા રાજકારણમાં શરૂ થઈ છે.

એવામાં ઘણા સમયથી અટકળો હતી કે હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાઈય જશે અને આમ આદમી પાર્ટી તરફથી તેઓ પાટીદાર ચહેરો બનશે. ભાજપ દ્વારા ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે : હાર્દિક,હાર્દિક પટેલે કહ્યું કે ગુજરાતની જનતાને ભરમાવવા માટે ભાજપ દ્વારા પ્લાન્ટેડ ન્યૂઝ ફેલાવવામાં આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed