કેન્સર સામે પીડાતા નટુ કાકાએ કહી તેની છેલ્લી ઈચ્છા, આ રીતે દુનિયાને કહેવા માંગે છે અલવિદા

0

છેલ્લા કેટલાક દિવસથી નટુકાકા શોમાં નજરે ના આવતા ફેન્સમાં ચિંતા છવાઈ ગઈ હતી. પરંતુ બાદમાં ખબર પડી હતી કે, ઘનશ્યામ નાયક છેલ્લા થોડા સમયથી કેન્સર જેવી બીમારી સામે ઝઝૂમી રહ્યા છે. 77 વર્ષીય એક્ટરનું હાલમાં જ ઓપરેશન થયું હતું.

જે બાદ ડોકટરે તેને આરામ કરવાની સલાહ આપી હતી.થોડા સમય પહેલા કેન્સરની બીમારી હોવાની ખબર પડતા ઘનશ્યામ નાયકના પરિવારે તેની કિમોથેરાપી શરૂ કરવામાં આવી છે.

તો બીજી રતરફ ફેન્સ પણ નટુકાકા જલ્દી જ સાજા થઈને ઠીક થઈને શો પર પરત ફરે. આ વચ્ચે ખબર આવી રહી છે કે, નટુકાકાએ તેની છેલ્લી ઈચ્છા બતાવી છે.

નટુકાકાએ જણાવ્યું હતું કે, તેનું નિધન થાય છે ત્યારે તે મેકઅપકરીને આ દુનિયાને અલવિદા કરવાનું પસંદ કરશે. નોંધનીય છે કે, ઘનશ્યામ નાયક છેલ્લા ઘણા વર્ષોથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સાથે જોડાયેલ છે.

છેલ્લા 13 વર્ષથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે.તમને જણાવી દઈએ કે, ગત વર્ષે ઘનશ્યામ નાયકનું ગળાનું ઓપરેશન થયું હતું. જેમાં 8 ટયુમર કાઢવામાં આવી હતી. નટુકાકાની લગાતાર ટ્રીટમેન્ટ બાદ તેની હાલતમાં ઘણો સુધારો આવ્યો છે. આ મુશ્કેલ સમયમાં પણ નટુકાકા ગુજરાતના દમણમાં શૂટિંગ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed