ગુજરાતમાં કોરોનાને લઈને આવ્યા મોટા રાહતના સમાચાર, જાણીને ખુશમ ખુશ થઈ જશો

0

ગઈ કાલે ચાર જ જિલ્લામાં બે ડિજિટમાં કેસો આવ્યા હતા. બાકીના તમામ જિલ્લાઓમાં 10થી ઓછા કેસ નોંધાયા હતા. એમાં પણ 16 જિલ્લા તો એવા હતા કે, જ્યાં ગઈ કાલે એક પણ નવો કેસ નોંધાયો નહોતો. ગઈ કાલે અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 26, સુરત કોર્પોરેશનમાં 16, રાજકોટ કોર્પોરેશનમાં 10 અને સુરત કોર્પોરેશનમાં 10 કેસો નોંધાયા હતા.

આ સિવાયના તમામ જિલ્લાઓમાં 10થી ઓછા કેસો હતા. આ ઉપરાંત ગુજરાત માટે વધુ રાહતના સમાચાર એવા છે કે, રાજ્યમાં કુલ એક્ટિવ કેસો 5 હજારની અંદર જતા રહ્યા છે. તેમજ 9 જિલ્લા તો એવા છે કે જ્યાં 10થી પણ ઓછા એક્ટિવ કેસો રહ્યા છે, ત્યારે આ જિલ્લા ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે.

આ જિલ્લાઓની વાત કરીએ તો ભરુચમાં 6, છોટાઉદેપુરમાં 4, દાહોદમાં 8, ડાંગમાં 1, મોરબીમાં 4, નર્મદામાં 8, પાટણમાં 5, સુરેન્દ્રનગરમાં 5 અને તાપીમાં 6 એક્ટિવ કેસ છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસ (Active Cases) 4427 છે. જેમાંથી 51 લોકો વેન્ટિલેટર પર છે. 4376 લોકોની હાલત સ્થિર છે. 808418 લોકો રાજ્યમાંથી કોરોનાને મ્હાત આપી ચુક્યા છ.

જ્યારે 10042 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 98.24 ટકા થયો છે.રાજ્યમાં આજે 24 જૂનના રોજ કોરોનાના નવા 129 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 2 દર્દીઓના મૃત્યુ થયા છે

આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,22,887 થઇ છે અને મૃત્યુઆંક 10042 થયો છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 1 અને જુનાગઢ જિલ્લામાં કોરોનાને કારણે 1 દર્દીનું મૃત્યુ થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed