નાઈટ કરફ્યુને લઈને સીએમ વિજય રૂપાણીએ કરી મોટી જાહેરાત, જાણી લો

0

નાઈટ કરફ્યુને લઈને સીએમ વિજય રૂપાણીએ કરી મોટી જાહેરાત, જાણી લો,મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલ કોર કમિટિમાં મહત્વના નિર્ણયો જાહેર કરાયા કરવામાં આવ્યા હતા.

રાજ્યના કુલ ૩૬માંથી ૧૮ શહેરોમાં કર્ફ્યુ મુક્તિનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જ્યારે રાજ્યની આઠ મહાનગરપાલિકા સહિત ૧૮ શહેરોમાં રાત્રી કર્ફ્યુ સહિતના નિયંત્રણો ચાલુ રહેશે.રાજ્યના કુલ ૩૬માંથી ૧૮ શહેરોમાં કર્ફ્યુ મુક્તિનો રાજ્ય સરકારનો નિર્ણય કર્યો છે,

જેમાં વિસનગર, કડી, ડીસા, મોડાસા, રાધનપુર, વેરાવળ-સોમનાથ, છોટા ઉદેપુર, વીરમગામ, બોટાદ, પોરબંદર, પાલનપુર, હિંમતનગર, અમરેલી, સુરેન્દ્રનગર, દાહોદ, આણંદ, નડિયાદ અને ગોધરાનો સમાવેશ કરવામાં આવ્યો છે.કોર કમિટીની બેઠકમાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમા, ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા,જ્યારે રાજ્યની આઠ મહાનગરપાલિકા સહિત ૧૮ શહેરોમાં રાત્રી કર્ફ્યુ સહિતના નિયંત્રણો ચાલુ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed