સરકારી હોસ્પિટલમાં ICU માં દાખલ દર્દીની આંખ કોતરી ગયો ઉંદર, સારવાર દરમિયાન મોત-આનાથી મોટી બેદરકારી શું હોઈ શકે?

0

ICUમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા એક દર્દીની આંખ ઉંદરે કાતરી નાખી હતી. બુધવારે આ શખસનું સારવાર દરમિયાન જ મોત થઈ ગયું છે.આ ઘટનાની જાણકારી સામે આવ્યા બાદ મુંબઈના મેયર કિશોરી પેડણેકરે સમગ્ર મામલાની તપાસના આદેશ આપી કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે.

જોકે તેમણે એમ પણ કહ્યું હતું કે વરસાદને કારણે ઉંદર દરવાજાના ગેપમાંથી અંદર આવી જાય છે.મળતી માહિતી મુજબ, કુર્લાના કમાની વિસ્તારમાં રહેતા 24 વર્ષના શ્રીનિવાસ યલ્લપાને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. એ બાદ રવિવારે રાજાવાડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ડોકટર્સના જણાવ્યા મુજબ તેના મગજમાં પણ તાવ ચઢી ગયો હતો અને કિડનીમાં પણ દુખાવો હતો.

એને કારણે શ્રીનિવાસને ICUમાં દાખલ કરવામાં આવ્યો હતો.જ્યારે આંખ કાતરી નાખવામાં આવ્યા બાદ ડોકટર્સે આંખની તપાસ કરી તો તે બચી ગઈ હોવાનું જાણમાં આવ્યું. ઉંદરે આંખની પાપણને કોતરી નાખી હતી. આંખની અંદર કોઈ જ ઈજા થઈ ન હતી.આ ઘટનાને લઈને BMCના મેયર કિશોરી પેડણેકરે કહ્યું હતું કે હોસ્પિટલના ICU વિભાગ નીચલા માળે હોવા છતાં હોસ્પિટલ ચારે બાજુથી બંધ છે.

વરસાદને કારણે લગભગ દરવાજાના વચ્ચેના ગેપથી ઉંદર આવી ગયો હશે, પરંતુ આવી ઘટનાઓ વારંવાર ન થાય એનો ઉપાય જરૂરથી કરીશું. BMCના અધિકારી સુરેશ કાકાણીએ પણ તપાસના આદેશ આપી દીધા છે.
ચાર વર્ષ પહેલાં કાંદિવલી વિસ્તારની શતાબ્દી હોસ્પિટલમાં આ પ્રકારની જ ઘટના સામે આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed