વરરજો ચશ્મા વગર ન્યૂઝ પેપર ન વાંચી શક્યો તો દુલહને ઘસીને પાડી દીધી ના, કારણ પણ મજેદાર છે

0

વરરજો ચશ્મા વગર ન્યૂઝ પેપર ન વાંચી શક્યો તો દુલહને ઘસીને પાડી દીધી ના, કારણ પણ મજેદાર છે,એરેન્જ મેરેજ કરનારી યુવતીઓ યુવકના ગુણને કોતરી કોતરીને શોધ્યા બાદ લગ્ન માટે હા કરતી હોય છે. એકાદ ગુણ માટે યુવક ખોટું બોલ્યા હોવાની જાણ ભલે લગ્ન મંડપમાં જ થતી હોય તો પણ યુવતીઓ લગ્ન કરવાની ઘસીને ના પાડી દેતી હોય છે.

આવો કિસ્સો ઉત્તરપ્રદેશના ઔરેયામાં સામે આવ્યો છે. અર્ચના નામની યુવતીને માલુમ થયું કે દુલ્હે રાજા ચશ્માં વગર ન્યૂઝ પેપર વાંચી શકતો નથી તો તેણે લગ્ન મંડપમાં જ મેરેજ ‘કેન્સલ’ કરી નાખ્યા.લગ્ન મંડપમાં હાજર રહેલાં તમામ લોકો શિવમની દૃષ્ટિ વિશે વાતો કરવા લાગ્યા. અર્ચનાના પિતાએ તેને ચશ્માં વગર હિન્દી ન્યૂઝ પેપર વાંચવા માટે કહ્યું.

આ પરીક્ષામાં દુલ્હો પાસ થઈ શક્યો નહિ. ચશ્માં વગર શિવમ ન્યૂઝ પેપર વાંચી ન શકતા અર્ચનાએ લગ્ન કરવાની ઘસીને ના પાડી દીધી.આટલું જ નહિ આ મામલો પોલીસ સ્ટેશન પણ પહોંચ્યો.

અર્ચનાની ફેમિલીએ દુલ્હાની ફેમિલીને આપેલા કેશ અને મોટરસાઈકલ સહિતની તમામ વસ્તુઓ પરત કરવા કહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed