ગુજરાતના આ જાણીતા લોકગાયકની AAP માં એન્ટ્રી, ઇસુદાન ગઢવીની હાજરીમાં જોડાયા

0

આ વખતે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી દ્વારા તો અત્યારથી ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

આજે ઈસુદાન તેમજ ગોપાલ ઈટાલિયાની હાજરીમાં વિજય સુવાળાને પણ આમ આદમી પાર્ટીમાં શામેલ કરવામાં આવ્યા છે. વિજય સુવાળા એક ગાયક છે અને તેમના ગીતો તેમજ ભજનો સોશિયલ મીડિયા પર ઘણા હિટ છે.

તેમની ફેન ફોલોવીંગ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વધારે છે. જેથી આમ આદમી પાર્ટીને તેમના આગમનથી ઘણો ફાયદો થઈ શકે છે. તાજેતરમાંજ પત્રકાર ઈસુદાન ગઢવી આમઆદમી પાર્ટીમાં જોડાયા છે. જેથી તેમના જોડાયા બાદ આમ આદમી પાર્ટીમાં વધારે લોકો જોડાઈ રહ્યા છે.

વિજય સુવાળા સિવાય વસો તાલુકાના લવાલ ગામના સરપંત મહિતપસિંહ ચૌહાણ પણ આપમાં જોડાયા છે. આ બધીજ વાતોને ધ્યાનમાં રાખીને કહી શકાય કે આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણીની તૈયારીઓ હાલ શરૂ કરી દેવામાં આવી છે. પાર્ટીના પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે તેઓ પાર્ટીમાં નવયુવાનોને જોડી રહ્યા છે. સાથેજ તેમણે કહ્યું કે પાર્ટીમાં વધારેમાં વધારે લોકો જોડાય તેવા તેઓ પ્રયાસ કરી રહ્યા છે.

તો બીજી તરફ પાર્ટીમાં જોડાયેલા વિજય સુવાળાએ એવું કહ્યું કે ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલીયા જમીન તેમજ લોકો સાથે જોડાયેલા છે.આ ઉપરાંત વિજય સુવાળાએ એવું પણ કહ્યું કે સમાજમાં દરેક વર્ગને સાથી રાખીને ચાલનાર આમઆદમી પાર્ટી સાથે આજે હું જોડાયુ છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed