રાજ્યમાં મંત્રીમંડળની ચર્ચા મુદ્દે સીએમ વિજય રૂપાણીએ કર્યો મોટો ખુલાસો-જાણો

0

હવે રાજ્યમાં મંત્રી મંડળ વિસ્તરણને લઇ સીએમ રૂપાણીએ સ્પષ્ટતા કરી. ગુજરાત સરકારમાં મંત્રી મંડળમાં વિસ્તરણનો સીએમ રૂપાણીએ ઇન્કાર કર્યો. સીએમ રૂપાણીએ કહ્યું કે ગુજરાતમાં મંત્રી મંડળનું વિસ્તરણ થવાનું નથી. મંત્રી મંડળના વિસ્તારની વાત હવામાં છે.મહત્વનું છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે. ગાંધીનગર જિલ્લાના કલોલ એપીએમસીની નવી બિલ્ડિંગનું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે લોકપર્ણ કર્યું હતું.

કુલ 1.83 કરોડના ખર્ચે નવી બિલ્ડિંગ તૈયાર કરવામાં આવી છે. આ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દ્વારા દોઢ વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું. ત્યારે આજે અમિત શાહે એપીએમસી બિલ્ડિંગને ખુલ્લી મુકી છે.

નવા બિલ્ડિંગમાં બજાર સમિતિની કુલ 8.22 એકર જમીન છે. અને નવી ઓફિસનું બાંધકામ 294.04 ચોરસમીટર છે. બિલ્ડિંગમાં 57.09 લાખનો ખર્ચ ફર્નિચર બનાવામાં કરાયો છે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતને વિકાસની ભેટ આપી. આજે ત્રણ ઓવરબ્રિજોનું ઉદ્ઘાટન કર્યું હતું તેમજ સિંધુભવન ખાતે આવેલા દીન દયાળ હોલની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ રસીકરણ સેન્ટરની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું ત્યાર બાદ તેઓએ કલોલ APMCમાં આવેલા નવા કાર્યાલયનું ઉદ્ધાટન પણ કર્યું હતું.

આ સાથે જ તેઓએ રૂપાલમાં માતા વરદાયિનીના દર્શન પણ કર્યા હતાં. ત્યારબાદ સીએમ અને નાયબ મુખ્યમંત્રી વચ્ચે તેઓએ મહત્વની બેઠક યોજી. જ્યાં રાજ્યની સાંપ્રત સ્થિતિ મુદ્દે બેઠકમાં ચર્ચા કરાઇ.અમિત શાહે કહ્યું કે,‘રાજ્યમાં આજથી 2 હજાર 500 નવા કેન્દ્ર શરૂ થયા છે.વધુમાં કહ્યું કે ગાંધીનગરમાં 122 હાઉસની કોલોની રી ડેવલપમેન્ટ શરૂ થશે. કેટલીક કાયદાકીય ગુંચવણો દૂર કરીને નવી કોલોની તૈયાર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed