અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે ઉભેલી ટ્રકમાં ઇકો ઘુસી જતા, 3 ના મોત, યુવતીનું માથું અલગ-ઓમ શાંતિ

0

અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે પર નડિયાદ પાસે આજે બંધ ટ્રક પાછળ ઈકો કાર ઘૂસી જતાં હાઈવે મરણચીસોથી ગુંજી ઊઠ્યો હતો. અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત અને 5 લોકો ઘાયલ થયા છે.

નડિયાદ પાસે આજે બનેલી ઘટનાએ થોડા દિવસ પહેલાં આણંદ પાસે બનેલી અકસ્માતની ઘટનાની યાદ તાજી કરાવી દીધી હતી.આજે બપોરના સમયે અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે પર નડિયાદ પાસે રોડની સાઈડમાં બંધ પડેલી ટ્રકમાં એક ઈકો કાર ધડાકાભેર અથડાઈ હતી, જેને કારણે કારના ફુરચા ઊડી ગયા હતા.

કારની અંદર સવાર 3નાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે, જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મૃતકોમાં એક મહિલા અને બે કિશોરી છે,આણંદ તારાપુર હાઇવે પર ઇન્દ્રણજ નજીક સવારે 6.20 વાગ્યે ટ્રક અને ઇકો વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતમાં 9 જેટલાં લોકોનાં મોત થયાં હતાં. ઈકોમાં સવાર અજમેરી પરિવાર જલગાંવથી ભાવનગર તરફ જઈ રહ્યો હતો, એ સમયે ટ્રકચાલકને ઝોકું આવી જતાં ટ્રક ઇકો સાથે અથડાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed