અમદાવાદ માં બીજા લગ્નના રિસેપશનમાં પ્રથમ પત્ની આવી જતા પતિ એ કર્યું કંઈક એવું, જોઈને લોકો દંગ રહી ગયા

0

ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બંને પક્ષને બાપુનગર પોલીસ સ્ટેશને લઇ જઇને કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી.ગોમતીપુરમાં રહેતી અફરોઝના લગ્ન જુહાપુરાના આસિફ સાથે 2014માં મુસ્લિમ શરિયતથી થયા હતા, લગ્નના થોડા સમય બાદ પતિ અને સાસરિયાંએ અફરોઝને દહેજ મુદ્દે ત્રાસ આપતા હતા અને આસિફે અફરોઝને માર મારી ઘરમાંથી કાઢી મૂકી હતી.

દરમિયાન અફરોઝને જાણ થઈ કે આસિફે બીજા લગ્ન કરી ઘરઆંગણે લગ્નનું રિસેપ્શન(વાલીમા) રાખ્યું છે. અફરોઝ ત્યાં પહોંચી તો આસિફ ગભરાઇને ભાગ્યો હતો.અફરોઝે ત્યાં બેઠેલી દુલ્હનને કહ્યું હતું કે ‘હું આસિફની પત્ની છું,’ પરંતુ દુલ્હને અફરોઝને તમાચો માર્યો હતો. આસિફના પરિવારે અફરોઝ સાથે મારઝૂડ કરી હતી.

બાપુનગરના પીઆઈ એ.પી.ગઢવીએ જણાવ્યું હતું કે બંને પક્ષની ફરિયાદ નોંધી છે. વકીલ ગુલાબખાન પઠાણે જણાવ્યું હતું કે અફરોઝના પતિ અને સાસરિયાં સામે ગોમતીપુર પોલીસમાં ફરિયાદ દાખલ કરાઇ છે. (પાત્રોનાં નામ બદલ્યાં છે.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed