સોનુ સુદે પોતાના દીકરાને આપી જબરજસ્ત ગિફ્ટ, જોઈ ને તમારી આંખો પણ રહી જશે પહોળી

0

સોનુ તેના નેક કામને કારણે લોકોનો મસીહા બની ગયો છે. તે લોકોની મદદ માટે હમેશાં તૈયાર રહે છે. ઘણાં લોકો તો સોનુને ભગવાન માનીને તેની પૂજા પણ કરે છે. ત્યારે હવે સોનુ તેની નવી કારને કારણે ચર્ચામાં છે. હકીકતમાં તેણે પોતાના દિકરા ઈશાનને નવી મર્સડીઝ કાર ગિફ્ટમાં આપી છે.

જેની કિંમત લગભગ 3 કરોડ રૂપિયા બતાવવામાં આવી રહી છે. યૂટ્યૂબ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સોનુ સૂદ કારની ડિલીવરી લેતા જોવા મળી રહ્યો છે.

એ પછી તે પોતાના બાળકોને લઈને ડ્રાઈવ પર નીકળી જાય છે. કારનું નામ છે મર્સડીઝ મેબૈક જીએલએસ600. સોનુએ આ કાર બ્લેક કલરમાં ખરીદી છે. તેના જબરદસ્ત ફીચર્સ છે. ફ્રંટથી ડેશબોર્ડ નાપ્પા લેધરનું બનેલું છે. 12.3 ઈંચનું ડિજિટલ ક્લસ્ટર છે.

ઈન્ફોટેન્મેન્ટ માટે ટચસ્ક્રીન સિસ્ટમ છે અને પાંચ સીટ વર્ઝન ગાડી છે.વર્કફ્રંટની વાત કરીએ તો સોનુ સૂદ ઈ.નિવાસના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ ‘કિસાન’માં જોવા મળશે. આ સિવાય તે તેલુગુ ફિલ્મ ‘આચાર્ય’માં જોવા મળશે. આ સાથે જ તે ફિલ્મ ‘પૃથ્વીરાજ’માં પણ જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed