રાજ્યના આ મોટા શહેરોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અહીં તો વરસાદે તંત્રની પોલ ખોલી

0

રાજ્યના આ મોટા શહેરોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અહીં તો વરસાદે તંત્રની પોલ ખોલી,​રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે વડોદરામાં પણ ભારે ઉકળાટ બાદ વરસાદ શરૂ થયો છે. ભારે પવન સાથે શહેરમાં વરસાદની શરૂઆત થઇ છે.

શહેરમાં અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. વરસાદ શરૂ થતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.તો આ તરફ વડોદરામાં થોડા વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે. વરસાદે પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે.

શહેરના ઓલ્ડ પાદરા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. બ્રિજની કામગીરીના કારણે રોડ પર મસમોટા ખાડા પડ્યા છે. જેથી બિસ્માર રોડના કારણે વાહનચાલકો અટવાયા છે.મધ્ય ગુજરાતની સાથે દક્ષિણ ગુજરાતમાં ચોમાચાની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે. તાપી જિલ્લામાં વરસાદનું આગમન થયું હતું. વ્યારા, વાલોડ અને ડોલવણમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી.

ખેડૂતોને સારા ચોમાસાની આશા છે. સુરત શહેરમાં મેઘરાજાની પધરામણી થઈ ચૂકી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. અઠવા લાઇન્સ, સીટી લાઈટ અને ડુમસ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા.

તો વરાછા, કાપોદ્રા અને ઉધના વિસ્તારમાં પણ વરસાદ જોવા મળ્યો હતો. વહેલી સવારથી સુરત શહેરમાં છુટો-છવાયો વરસાદ વરસ્યો હતો. ભરૂચના અંતરિયાળ વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે. નેત્રંગ અને આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો હતો. વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ રાત અનુભવી હતી. દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ સક્રિય છે ત્યારે વલસાડમાં સતત બીજા દિવસે વરસાદ યથાવત્ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed