‘સાવધાન ઇન્ડિયા’ અને ‘ક્રાઈમ પેટ્રોલ’ ની આ ફેમ એક્ટ્રેસ ચોરીના રવાડે ચડી, કારણ જાણીને ચોંકી જશો

0

‘સાવધાન ઇન્ડિયા’ અને ‘ક્રાઈમ પેટ્રોલ’ ની આ ફેમ એક્ટ્રેસ ચોરીના રવાડે ચડી, કારણ જાણીને ચોંકી જશો,’ક્રાઇમ પેટ્રોલ’ તથા ‘સાવધાન ઇન્ડિયા’ જેવી લોકપ્રિય ટીવી સિરિયલમાં કામ કરનારી બે ટીવી એક્ટ્રેસની ચોરીના ગુનામાં મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી.

કોરોનાકાળમાં લૉકડાઉનને કારણે શૂટિંગ બંધ હતા. આથી બંને આર્થિક તંગીનો સામનો કરતી હતી. તેમનો એક મિત્ર મુંબઈની આરે કોલોનીમાં પેઇંગ ગેસ્ટ ચલાવતો હતો. અહીંયા બંને થોડાં સમય પહેલાં જ આવી હતી.પેઇંગ ગેસ્ટ આરે પોલીસ સ્ટેશનમાં ટીવી એક્ટ્રેસ સુરભિ સુરેન્દ્રલાલ શ્રીવાસ્તવ (25) તથા મોસિના મુખ્તાર શેખ (19)એ પૈસાની પોટલી ચોરી હોવાની આશંકા વ્યક્ત કરી હતી.

પોલીસે તપાસ દરમિયાન CCTV ફુટેજની તપાસ કરી તો બંને એક્ટ્રેસિસ પોટલી સાથે બહાર જતી જોવા મળી હતી.આરે પોલીસ સ્ટેશનના વરિષ્ઠ અધિકારી નૂતન પાવરે કહ્યું હતું કે બંનેએ ‘ક્રાઇમ પેટ્રોલ’ તથા ‘સાવધાન ઇન્ડિયા’ ઉપરાંત અનેક વેબ સિરીઝમાં કામ કર્યું છે. પોલીસે આ બંને પાસેથી ચોરી કરેલા 50 હજાર રૂપિયા જપ્ત કર્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed