શિક્ષણ બોર્ડ મુજબ ધોરણ 12 ની માર્કશીટ વિદ્યાર્થીઓ આ રીતે જાતે જ બનાવે, જાણો

0

શિક્ષણ બોર્ડ મુજબ ધોરણ 12 ની માર્કશીટ વિદ્યાર્થીઓ આ રીતે જાતે જ બનાવે,ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આખરે ધોરણ-12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન બાદ ફાઈનલ માર્ક્સશીટ આપવાની ફોર્મ્યુલા જાહેર કરી દીધી છે.

આ ફોર્મ્યુલા અનુસાર ધોરણ-12ના સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓની ફાઈનલ માર્ક્સશીટમાં એના ધોરણ-10, ધોરણ-11 અને ધોરણ-12ની પરીક્ષાઓના માર્ક્સ ગણાશે. આ ફોર્મ્યુલા આ કારણથી ધોરણ-12 સાયન્સના વિદ્યાર્થીઓની માર્ક્સશીટ કેવી રીતે તૈયાર કરવી એ બાબતે સચોટ માર્ગદર્શન આપતી નથી.

જોકે અમે બધા સાયન્સવાળા સ્કૂલ-સંચાલકો મૂંઝવણમાં છીએ અને ટૂંક સમયમાં બોર્ડ સાથે આ બાબતે અમારી બેઠક થશે.હવે ધોરણ-12ની માર્ક્સશીટ તૈયાર કરવાનું બીજું કદમ ધો.11ની પહેલા અને બીજા સેમેસ્ટરની કસોટીની 50% એવરેજ કાઢવાનું છે, જેનું વેઈટેજ 25 માર્ક્સનું છે. વંદનભાઈ ભટ્ટે ઉમેર્યું હતું કે હવે ધારી લો કે ધોરણ-11ની પ્રથમ સેમેસ્ટર ટેસ્ટમાં આ જ વિદ્યાર્થીના 85% અને બીજા સેમેસ્ટરની ટેસ્ટમાં 89% આવ્યા હોય તો બંનેનો સરવાળો 174 થાય, જેના 50% કરવાથી 87 માર્ક્સ મળશે.

હવે આના 25% વેઈટેજ મુજબ ગણતરી કરવાથી 21.75 માર્ક્સ મળશે, જે ધોરણ-11ના માર્ક્સના ખાનામાં મુકાશે.શિક્ષણ વિભાગની ફોર્મ્યુલા અનુસાર, ધોરણ 12માં આ જ વિદ્યાર્થીના પ્રથમ સામયિક કસોટી, એટલે કે સેમેસ્ટર ટેસ્ટ અને યુનિટ ટેસ્ટ બંનેના માર્ક્સની સરેરાશ ગણાશે. આ મુજબ તે વિદ્યાર્થીના 1લા સેમેસ્ટરની ટેસ્ટમાં કોઈ વિષયમાં 100માંથી 90 માર્ક્સ અને એકમ કસોટી એટલે કે યુનિટ ટેસ્ટમાં 25માંથી 20 માર્ક્સ આવ્યા હશે તો તેના કુલ 125માંથી 110 માર્ક્સ થાય.

હવે તેના 125માંથી 25 માર્ક્સના વેઈટેજ મુજબ 20% માર્ક્સ ગણાય તો એ ગણતરીએ 100ના 20% લેખે 22 માર્ક્સ થાય જે 25માંથી તેણે પ્રાપ્ત કર્યા હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed