મોદી સરકારના માત્ર એક નિર્ણયથી આ સ્કુટર થયું 11 હજાર રૂપિયા સસ્તું, જાણી લો

0

મોદી સરકારના માત્ર એક નિર્ણયથી આ સ્કુટર થયું 11 હજાર રૂપિયા સસ્તું, TVSએ મંગળવારે કહ્યું કે આ યોજના હેઠળ 2 યોજનાની સબ્સિડીમાં બદલાવ અનુરુપ પોતાના સ્કૂટરમાં કિંમત ઘટાડી છે. કંપનીએ જાણકારી આપી છે કે TVSના આ સ્કૂટરની કિંમત હવે 11,250 રૂપિયા સસ્તી થઇ ગઇ છે.

હવે દિલ્હીમાં 1,00,777 રૂપિયા થઇ ગઇ છે. પહેલા આ જ સ્કૂટરની કિંમત 1,12,027 રૂપિયા હતી. બેંગ્લોરમાં તેની કિંમત હવે 1,10, 506 રૂપિયા થઇ ગઇ છે જે પહેલા 1,21,756 હતી. ગયા અઠવાડીયે સરકારે ફાર્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ ઇલેક્ટ્રીક વ્હીકલ ઇન ઇન્ડિયા ફેમ 2ની યોજનામાં સંશોધન કર્યુ હતુ.

પહેલા દરેક ઇલેક્ટ્રીક વાહનો માટે 10000 રૂપિયા પ્રતિ યુનિટ સબ્સિડી હતી જેમાં પ્લગ ઇન હાઇબ્રિડ અને સ્ટ્રોન્ગ હાઇબ્રિડ વાહન પણ સામેલ છે.
TVSની બેટરીથી ચાલનારી આ સ્કૂટી 4.4kW ઇલેક્ટ્રીક મોટરથી લેસ છે. આ મોટર આ ઇલેક્ટ્રીક સ્કૂટરને માત્ર 4.2 સેકન્ડમાં 40 કીમી પ્રતિ કલાકની રફ્તારથી દોડાવી શકે છે.હાલ આ કંપનીના સ્કૂટર TVS SmartXonnect પ્લેટફોર્મ સાથે આવે છે. તેની સાથે જ એડવાન્સ TFT ક્લસ્ટર અને TVS iQube એપ પણ મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed