ખોડલધામ ની બેઠકના પાંચ જ દિવસમાં પાટીદારોના આ મોટા નેતા ફર્યા, સીએમ પદ વિશે આપ્યું મોટું નિવેદન

0

ખોડલધામ ની બેઠકના પાંચ જ દિવસમાં પાટીદારોના આ મોટા નેતા ફર્યા, સીએમ પદ વિશે આપ્યું મોટું નિવેદન,ગુજરાતમાં આગામી વર્ષમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, રાજ્યમાં કોરોના વાયરસના કેસ ઓછા થતાંની સાથે જ રાજકારણીઓ સક્રિય થઈ ગયા છે. આમ આદમી પાર્ટી પોતાન સંગઠનને મજબૂત કરી રહી છે ત્યારે ભાજપે પણ પ્રાથમિક સ્તર પર તૈયારીઓ શરૂ કરી દીધી છે.

રાજકીય પાર્ટીઓની હલચલ અચાનક જ ત્યારે વધી ગઈ જ્યારે ખોડલધામમાંથી જાહેરાત થઈ ગઈ કે આગામી સમયમાં પાટીદાર નેતા ગુજરાતના CM પદે હોવો જોઈએ. નરેશ પટેલના નિવેદન બાદ રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો. બીજા સમાજો પણ પોતાની જાતિના નેતાને સીએમ બનાવવા માટે કવાયત ચાલુ કરી દીધી ત્યાં હવે પાટીદારોમાંથી જ એક નેતાએ એવું નિવેદન આપ્યું છે જે ચર્ચાનો વિષય છે. ખોડલધામની બેઠકને માત્ર પાંચ જ દિવસ થયા છે ત્યાં પાટીદારોના નેતાઓમાં કેટલાકના નિવેદનો બદલાઈ ગયા છે.

પાટીદારોના નેતા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ચેરમેન RP પટેલે 12મી જૂને નરેશ પટેલના સમર્થનમાં નિવેદન આપ્યું હતું જે આજે બદલી નાંખ્યું છે. તેમણે કહ્યું કે CM નક્કી કરવા એ પાર્ટીનો મામલો છે. બેઠકમાં કોઈ જ રાજકીય ચર્ચા કરવામાં આવી નથી. પાટીદાર CM અંગેની લાગણી નરેશ પટેલની હતી.

પાટીદાર સિવાયના CMને પાટીદારોએ સહયોગ આપ્યો છે અને તમામને સાથે રાખીને ચાલનારો સમાજ છે. જ્યારે ગુજરાતમાં પાટીદાર CM હતા ત્યારે પાટીદારોએ જ વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે પાટીદાર સમાજ સંકુચિત સમાજ નથી. નરેશ પટેલે કહ્યું હતું કે પાટીદારોનો જે અધિકાર છે તેના પર ચર્ચા કરવાની છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed