2022 ની ચૂંટણીમાં આ બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરશે ભાજપ, જાણો શું અપાયા આદેશ

0

2022 ની ચૂંટણીમાં આ બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરશે ભાજપ, ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે અત્યારથી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટી જ્યાં રાજ્યની વિધાનસભામાં એન્ટ્રી મારવા માટે તલપાપડ થઈ રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પોતાની સત્તાને ટકાવી રાખવા માટે પ્રયાસો શરૂ કરી દીધા છે.

ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રભારી ભૂપેન્દ્ર યાદવે પહેલા ધારાસભ્યો અને નેતાઓ સાથે બેઠકો કરી અને તે બાદ ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી હતી.

તે બાદ સી આર પાટીલ પણ સતત એક્ટિવ છે અને બેઠકો કરી રહ્યાં છે જે બાદ સામે આવ્યું કે ભાજપ હવે પોતાનું બ્રહ્માસ્ત્ર વિધાનસભા ચૂંટણીમાં ચલાવશે. હાલ પેજ સમિતિને લઈને ભાજપમાં 80 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. અને આગામી બે જ મહિનામાં પેજ સમિતિનું કામ પૂરું કરી લેવા માટેના આદેશ આપવામાં આવ્યા છે.

આટલું જ નહીં પેજ સમિતિ બની જાય તે બાદ લિસ્ટ મોકલવા પણ આદેશ અપાયા છે. નોંધનીય છે કે 2022ની ચૂંટણીમાં ભાજપ પેજ સમિતિને બ્રહ્માસ્ત્ર ગણે છે અને કોરોના વાયરસના કાળમાં પ્રચાર કરવા માટે આ સમિતિઓ ભાજપને મદદરૂપ સાબિત થઈ પણ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed