ચાહલની પત્ની ધનાશ્રીએ કર્યો મોટો ખુલાસો, કહી દીધું પોતાનું સિક્રેટ

0

ધનશ્રીએ હાલમાં જ એક વીડિયોમાં જણાવ્યું હતું કે તે ફરીથી ડાન્સ વીડિયો બનાવવાનું શરૂ કરશે અને થોડા સમય પહેલા જ તેણે કહ્યું હતુ કે તેનો પરિવાર ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે અન હવે તેણે પતિ ચહલ સાથે મજેદાર વીડિયો બનાવ્યો છે. ધનશ્રી વર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર યુજવેન્દ્ર ચહલ સાથે એક વીડિયો શૅર કર્યો છે અને તે ખુબ ફની છે. તેમાં ધનશ્રી ચહલની મજાક ઉડાવી રહી છે.

ફેમસ ટીવી શો ફ્રેન્ડ્ઝ એક સુપરહિટ શો હતો અને હાલમાં જ રિયુનીયનનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યુ છે. શોનું ટ્રેલર આવતા ફેન્સમાં ખુશીની લહેર દોડી ગઇ છે.

ચહલે પણ આ જ શોનું ટ્રેલર શૅર કર્યુ છે અને તેના પર ધનશ્રીએ મજાક કરી છે. વીડિયોમાં ધનશ્રી વર્માએ કહ્યું કે, ચહલે ફ્રેન્ડ્ઝનો એક પણ એપિસોડ જોયો નથી અને તેના વિશે સ્ટોરી મૂકી રહ્યો છે.

જે બાદ કપલ વચ્ચે મજેદાર લડાઇ થઇ જાય છે. ધનશ્રી પોતાની તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે જેને ફેન્સ ખુબ પસંદ કરે છે. જો કે થોડા દિવસથી ધનશ્રીએ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર કોઇ પોસ્ટ મુકી નથી જે બાદ ફેન્સનું ટેન્શન વધી ગયુ છે.

ધનશ્રીના ફેન્સ ચિંતામાં છે કે ધનશ્રીને શું થયુ છે. ફેન્સનું ટેન્શન દૂર કરતા ધનશ્રીએ કહ્યું કે તે સોશ્યલ મિડીયા પર એક્ટિવ નથી તેના પણ ઘણા કારણ છે.

કેટલાક કારણોના લીધે તે મેસેજના જવાબ નથી આપી રહી. ધનશ્રીએ લખ્યું કે, એપ્રિલ-મેનો સમય ખુબ પડકારભર્યો છે. પહેલા મારી મા અને હવે ભાઇ કોરોનાથી સંક્રમિત થયા છે. ત્યારે હું આઇપીએલ બાયો બબલમાં હતી અને કોઇ મદદ કરી શકુ તેમ નહોતી. જો કે સમય સમય પર તેમની સ્થિતિની જાણકારી લેતી રહેતી હતી. પરિવારથી દૂર રહેવુ ખુબ મુશ્કેલીભર્યુ હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed