જામનગર કોવિડ હોસ્પિટલમાં યુવતીઓના યૌન શોષણ મામલે મહિલા સંગઠનો મેદાનમાં, જાણો સમગ્ર મામલો

0

બુધવારે સવારથી જ ખળભળી ઊઠેલી રાજ્ય સરકારે સમગ્ર મામલાની ઊંડાણપૂર્વકની તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવાના આદેશ છોડી દીધા હતા અને મુખ્યમંત્રી તથા આરોગ્ય સચિવે પણ સવારમાં જ જામનગર જિલ્લા કલેકટર રવિશંકર શ્રીવાસ્તવ સાથે સીધી વાત કરતાં પ્રશાસન હરકતમાં આવી ગયું છે,

સાથોસાથ જામનગર શહેરનાં મહિલા સંગઠનો પણ આ મામલે મેદાનમાં આવી ગયાં છે અને તેમણે વહીવટી તંત્રને બહુ જ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે 48 કલાકમાં કસૂરવારો સામે યોગ્ય કાર્યવાહી નહીં કરો તો મહિલા સંગઠનો હાથ જાેડીને બેસી નહીં રહે.જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં અટેન્ડન્ટ્સ યુવતીઓનાં થતાં યૌનશોષણ મામલે મહિલા સંગઠનો ડિલાઇટ ક્બલ, ડિવાઇન ક્લબ અને સંસ્કૃતિ ફાઉન્ડેશન તથા કોર્પોરેટરો પણ મેદાન આવ્યાં છે. તેમણે ચીમકી આપી છે કે 48 કલાકમાં નિષ્પક્ષ તપાસ કરીને જવાબદારોને તાત્કાલિક નોકરીમાંથી છૂટા કરી તેમના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવે.

જો આમ નહીં કરાય તો 48 કલાક બાદ મહિલા સંસ્થાઓ દ્વાર અન્ય કાર્યવાહી આગળ વધારશે.મહિલા અટેન્ડન્ટ દ્વારા લગાવાયેલા ગંભીર આક્ષેપોના મામલાની મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી દ્વારા ગંભીર નોંધ લેવામા આવી હતી. મુખ્યમંત્રી દ્વારા આજે સવારે જામનગર કલેકટર સાથે ફોન પર વાતચીત કરી આ મામલે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવા આદેશ અપાયો હતો.મુખ્યમંત્રીના આદેશ બાદ જામનગર કલેકટર દ્વારા સમગ્ર મામલાની તપાસ માટે પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને એક તપાસ કમિટીની રચના કરવામા આવી છે.

આ કમિટીમાં પ્રાંત અધિકારી, એએસપી અને ડેન્ટલ કોલેજના ડીનનો સમાવેશ કરાયો છે. કમિટી દ્વારા હાલ મહિલા અટેન્ડન્ટ્સનાં નિવેદન લેવાની શરૂઆત કરવામાં આવી છે,જ્યારે કોવિડ હોસ્પિટલમાં જોડાયેલી હતી ત્યારે નાઇટમાં સુપરવાઇઝરો સહી કરવા આવે ત્યારે અમને રિલેશન રાખો, એમ કહી અમારી પર્સનલ લાઇફમાં ઇન્ટરફિયર કરતા. ફોન ચેક કરાતા, ગમે ત્યારે અમને ફોન કરતા.

જે છોકરીઓ તેની વાત માનતી તેને સુપરવાઇઝરના હોદા પર રાખે અને મનફાવે તેમ કરી શકે. હાલમાં પણ ઘણી અટેન્ડન્ટ્સ તરીકે છોકરીઓ નોકરીઓ કરે છે. અમારો કોઇ વાંક ન હોવા છતાં અમને કાઢી મુકાયા છે. અમારી માગણી એટલી છે કે પગાર કરી દેવામાં આવે અને આ જે કોઇ કાંડ સુપરવાઇઝરો કરી રહ્યા છે તેમની સામે પગલાં લેવામાં આવે. સુપરવાઇઝર તો ઘણા છે, પણ તેમનાં નામ લેવાની અમને ના પાડવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed