કેજરીવાલે દિલ્હી પરત ફરીને ગુજરાતના ધારાસભ્યને ફોન કરતા થયું આવું, જાણો

0

આ દરમિયાન તેમણે સ્થાનિક આગેવાનો સાથે બેઠક કરી તો ગુજરાતના પત્રકાર ઇસુદાન ગઢવીને ખેસ પહેરાવીને પાર્ટીમાં આવકાર્યા.

આ સાથે જ તેમણે પત્રકાર પરિષદ યોજીને ગુજરાત સરકાર પર પ્રહાર કર્યા અને કહ્યું કે, ગુજરાતના ખેડૂતો આપઘાત કરે છે અને જનતા પરેશાન છે. તો અમદાવાદ વાદ ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયનો પ્રારંભ પણ કરાવ્યો હતો.

જો કે, મોડી સાંજે દિલ્હી પહોંચ્યા બાદ રાજુલાના કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરને ફોન કરીને આપમાં જોડાવાનું આમંત્રણ આપતા રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. ગુજરાત આવેલા અરવિંદ કેજરીવાલે દિલ્હી પહોંચ્યા બાદ કોલ કરીને રાજુલા રેલવે જમીન વિશે પણ વાત કરી હતી અને AAPમાં જોડાવા માટે આમંત્રણ પણ આપ્યું હતું.

AAPના આમંત્રણ મુદ્દે વધુમાં તેમણે કહ્યું કે, હું આગળની રણનીતિ અંગે વિચારીશ, હાલ હું રેલવે સામે આંદોલન કરી રહ્યો છું. પત્રકાર પરિષદને સંબોધન કરતા દિલ્હીના મુખ્યમંત્રીએ મોટી જાહેરાત કરી હતી. કેજરીવાલે કહ્યું કે, આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે AAP 2022ની ચૂંટણીમાં 182 બેઠક પર ચૂંટણી લડશે.

ગુજરાત વિધાનસભાની દરેક બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારને ઉભો રાખવામાં આવશે. AAPમાં વિધિવત્ રીતે જોડાયા બાદ બોલ્યાં કે ગુજરાતમાં બદલાવ લાવવાનો છે અને તેની માટે જ રાજકારણમાં આવ્યો છું. લોકો કહેતા હતા કે મતદાન તો કરવું છે પરંતુ ગુજરાતમાં એવો કોઈ ત્રીજો વિકલ્પ નથી એટલે કોને મતદાન કરીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed