ખેડૂતો માટે મોટી ખબર, મોદી સરકાર આપી રહી છે 4000 મેળવવાની તક, જાણી વિગતવાર

0

ખેડૂતો માટે મોટી ખબર, મોદી સરકાર આપી રહી છે 4000 મેળવવાની તક,મોદી સરકારે ખેડૂતની આવકને બે ગણી કરવાના હેતુથી અનેક યોજનાઓ શરુ કરી છે. તે યોજનાઓમાંથી એક છે પીએમ કિસાન સન્માન નિધિ. સરકારની આ એક એવી યોજના છે કે જેમાં ખેડૂતોના અકાઉન્ટમાં સીધા પૈસા મોકલવામાં આવે છે.

ખેડૂત અકાઉન્ટમાં આવનારા વર્ષના 6 હજાર રુપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે. સરકાર આ પૈસાને 3 હપ્તે મોકલે છે. એટલે કે દરેક હપ્તો 2 હજાર રુપિયા ટ્રાન્સફર કરે છે. સરકાર તે જ ખેડૂતોના અકાઉન્ટમાં પૈસા મોકલે છે જેમની પાસે ઓછામાં ઓછી 2 હેક્ટર કૃષિ યોગ્ય જમીન છે.આ યોજના હેઠળ લાભ મેળવવા ખેડૂતોને રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. આ બાદ સીધા બેંકના ખાતામાં પૈસા આવે છે.

અત્યાર સુધીમાં ખેડૂતોને 8 હપ્તામાં પૈસા મળી ચૂક્યા છે. કુલ મળીને આ યોજના હેઠળ 9.5 કરોડ ખેડૂતોને 20 હજાર કરોડ અપાઈ ચૂક્યા છે. સરકાર ખેડૂતોને 30 જૂનથી બેગણો ફાયદો ઉઠાવવાનો મોકો આપી રહી છે. આનાથી એ ફાયદો થશે કે બન્ને હપ્તા એક સાથે ખાતામાં આવશે.જે ખેડૂતોએ હજું સુધી રજિસ્ટ્રેશન નથી કરાવ્યુ તેમને ડબલ ફાયદો મળી શકે છે.

આ માટે 30 જૂન 2021 સુધી રજિસ્ટ્રેશન કરાવવુ પડશે. હાલ 15 દિવસ બચ્યા છે. 30 જૂન પહેલા રજિસ્ટ્રેશન કરાવવા પર ખેડૂતોને જૂલાઈમાં આઠમો હપ્તો 2000 રુપિયા મોકલવામાં આવશે. રજિસ્ટ્રેશન કરનારનો આ પહેલો હપ્તો હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed