ભાજપની બેઠક બાદ રાજ્યમાં નેતૃત્વ બદલવાની વાતો વચ્ચે આવ્યા મોટા સમાચાર, જાણો

0

ભાજપની બેઠક બાદ રાજ્યમાં નેતૃત્વ બદલવાની વાતો વચ્ચે આવ્યા મોટા સમાચાર,ગુજરાતના રાજકારણને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. સૂત્રોની માહિતી પ્રમાણે ગુજરાતમાં કોઈપણ પ્રકારે નેતૃત્વનું પરિવર્તન થશે નહીં. જેના કારણે નેતૃત્વ અંગેની રાજકીય અટકળોનો અંત આવ્યો છે.

ગુજરાત ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવની મુલાકાત બાદ અટકળો ચાલતી હતી. અને ભૂપેન્દ્ર યાદવ દ્વારા એક પછી એક બેઠકના કારણે ગુજરાતમાં નેતૃત્વનું પરિવર્તન થશે તેવી વાતોને વેગ મળ્યો હતો. આજે વિધાનસભા ખાતે ભાજપના ધારાસભ્યોની બેઠકમાં મહત્વના સૂચનો કરાયા છે.

આ બેઠકમાં સરકાર અને સંગઠન તાલમેલ સાથે વધુ મજબૂત બનાવવા સૂચનો થયા છે. મહત્વનું છે કે, આજે ગાંધીનગર ખાતે વિધાનસભા હોલમાં ભાજપના ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી.

જેમાં CM વિજય રૂપાણી અને DyCM નીતિન પટેલ પણ વિધાનસભા હોલ પહોંચ્યા હતા. બેઠકમાં પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની પણ હાજરી હતી. ભાજપ સંગઠનના આગેવાનો પણ બેઠકમાં હાજર રહ્યા હતા. ગુજરાત વિધાનસભામાં બેઠક અગાઉ કમલમમાં ભાજપના આગેવાનોની બેઠક યોજાઈ હતી. ભાજપના કિશાન મોરચાની બેઠક યોજાઈ હતી. જેમાં પ્રભારી ભુપેન્દ્ર યાદવના અધ્યક્ષ સ્થાને બેઠક થઈ હતી. અને બાબુ જેબલિયા, સંગઠનમંત્રી ભીખુભાઈ દલસાણિયા હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed