AAP કરી મોટી જાહેરાત તો ભાજપ કોંગ્રેસમાં દોડધામ મચી ગઇ, જુઓ

0

AAP કરી મોટી જાહેરાત તો ભાજપ કોંગ્રેસમાં દોડધામ મચી ગઇ, અમદાવાદમાં કેજરીવાલે આમ આદમી પાર્ટીના કાર્યલયનું ઉદ્ધાટન કરીને ગુજરાત સરકાર પર પ્રહાર કર્યા હતા અને રાજ્યની જનતા પરેશાન છે તેવી વાત હતી. તો આ સાથે જ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ બેઠકો પર ઉમેદવાર ઉભા રાખવાની જાહેરાત કરી હતી.

AAPની આ રીતે ગુજરાતમાં એન્ટ્રીને પગલે ભાજપ બાદ હવે કોંગ્રેસ પણ એક્શન મોડમાં આવી છે.રાજ્યમાં હવે 2022ની વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ભાજપ બાદ હવે કોંગ્રેસે પણ ચૂંટણી કવાયત શરૂ કરી દીધી છે. ગાંધીનગરમાં વિપક્ષના નેતાના ઘરે 2022ની ચૂંટણીને લઈને બેઠક કરવામાં આવશે જેમાં ગુજરાતના સિનિયર કોંગ્રેસી નેતાઓ ભાગ લેશે.

આ બેઠકમાં આગામી સમયમાં ચૂંટણી પૂર્વે સરકારની નિષ્ફળતા ઉજાગર કરવા રણનીતિ ઘડવામાં આવશે તથા નવા સંગઠનને લઈને પણ મંથન કરવામાં આવશે. ગુજરાત કોંગ્રેસમાં સામાજિક જૂથવાદ જોવા મળી રહ્યું છે. ઠાકોર નેતાઓ બાદ હવે આદિવાસી નેતાઓની બેઠક મળી. કોંગ્રેસના આધિવાસી સમાજના ધારાસભ્યોએ પણ બેઠક કરી અને નવા સંગઠનમાં આદિવાસી સમાજને યોગ્ય ન્યાય મળે તે અંગે ચર્ચા કરી.

પ્રમુખ પદ અથવા વિપક્ષનેતા પદ મુદ્દે બેઠકમાં ચર્ચા કરવામાં આવી. આદિવાસી સમાજના 6 ધારાસભ્ય મોહનસિંહ રાઠવા, સુખરામ રાઠવા, આનંદ ચૌધરી, કાંતિ ખરાડી, ચંદ્રિકા બારિયા અને અનિલ જોશીયારા બેઠકમાં હાજર હતા.સુરતમાં ભાજપના કાર્યકર્તાઓમાં નિરાશા વધી છે. અનેક કાર્યકર્તાઓ ભાજપ છોડી રહ્યા છે. ત્યારે વિધાનસભાની ચૂંટણી અગાઉ આ રીતે ભાજપ છોડીને કાર્યકર્તા જતા ભાજપની ચિંતા વધી છે. જેને લઇ કાર્યકર્તાઓના પક્ષ પલટા પાછળ કોણ તે અંગે તપાસ શરૂ કરાઇ છે.

જો કે સતત અવગણનાથી કાર્યકરોમાં નારાજગી હોવાનો મત છે. ભાજપના ગઢ ગણાતા સુરતમાં જ ગાબડા પડવાની શરૂઆત થતા ભાજપની ચિંતા વધી છે.ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા હવે નેતાઓ સક્રીય થઈ ગયા છે. અલ્પેશ ઠાકોર આજે અરવલ્લી જિલ્લાની મુલાકાતે છે. જ્યાં તે ક્ષત્રિય-ઠાકોર સમાજના આગેવાનો સાથે મુલાકાત કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed