આણંદ તારાપુર હાઇવે પર ટ્રક અને ઇકો વચ્ચે ગંભીર અકસ્માત, 10 લોકોના મોત-ઓમ શાંતિ લખીએ

0

ઇકો માં સવાર લોકો સુરતથી ભાવનગર તરફ જઈ રહ્યા હતા. અસ્કમાતને પગલે લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં અને પોલીસને જાણ કરતાં PI અને DYSP સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને મૃતકોને ગાડીમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ અકસ્માત તારાપુર પોલીસ સ્ટેશનની હદમાં બનાવ બન્યો છે.પ્રાપ્ત માહિતી મુજબ, તારાપુરના ઇન્દ્રણજ દુરાવેટ ફેકટરી પાસે વહેલી સવારે ગમખ્વાર અકસ્માતની ઘટના ઘટી છે. સુરતથી ભાવનગર જતી ઇકો ગાડી અને ટ્રક વચ્ચે ધડાકાભેર થયેલા અકસ્માતમાં ગાડીમાં સવાર એક નાની બાળકી સહિત 10 વ્યક્તિનાં મોત થયાંની બાબતથી સમગ્ર પંથકમાં અરેરાટી અને ગમગીની વ્યાપી ગઈ છે.

અકસ્માતને પગલે અહીં ટ્રાફિકજામ થયો છે. ઘટનાસ્થળે 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ પહોંચી છે તેમજ તારાપુર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી મૃતકોની ઓળખ કરી તેમનાં પરિવારજનોને જાણ કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મહત્ત્વનું છે કે ઇકો ગાડી ટ્રક નીચે ઘૂસી જતાં ગાડીમાં સવાર તમામ લોકોનાં મોત થયાના અહેવાલ મળી રહ્યા છે.અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત પરિવારના 7 સભ્યમાંથી 3 સભ્યનાં પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યાં હતાં,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed