સુરત કોર્પોરેશને નાગરિકોની સુવિધા માટે લીધો આ મોટો નિર્ણય, જાણો

0

સુરત કોર્પોરેશન એ નાગરિક ની સુવિધા માટે લીધો મોટો નિર્ણય,ગુજરાતમાં કોરોના સંક્રમણ ઓછું થતા કોરોના કાળના નિયમોમાં થોડી છુટછાટ આપવામાં આવી છે. રાજ્યમાં ઘટતા જતા કોરોના કેસના કારણે સરકારે પણ હાસકારો લીધો છે,

આશિંક કર્ફ્યૂ બાદ હવે લોકોને બહાર નીકળવા લાગ્યા છે. રાજ્યમાં અનેક મંદિરો પણ ભક્તો માટે ખુલ્લા કરવામાં આવ્યા છે તો પરિવહનના માધ્યમોમાં પણ છુટ મળતા હવે રાજ્યમાં અને મોટા શહેરોમાં વાહન વ્યવહાર રાબેતા મૂજબ બન્યો છે. આ તરફ સુરત શહેરમાં પણ મ્યુનિસિર્પલ કોર્પોરેશને સિટી બસ સેવા ફરી શરૂ કરી છે,

સુરતમાં પણ કોરોના સંક્રમણ ઓછું થતા SMC હવે સિટી બસ સેવા તબક્કાવાર અનલોક કરવા તરફ આગળ વધી રહી છે સુરતમાં સિટી બસના વધુ 4 રૂટ શરૂ કરાયા છે જેમાં એરપોર્ટ, ડિંડોલી, ખજોદ, પાંડેસરા હાઉસિંગના રૂટ શરૂ કરાયા છે

સુરત શહેરમાં કોરોના સંક્રમણ ઘટતા મહાનગર પાલિકાએ બસના રૂટ નક્કી કર્યા છે. આ તરફ અમદાવાદમાં પણ કોરોના કેસ ઘટના અમદાવાદ શહેરના હાર્દ સમાન સીટી બસને પણ ફરી શરૂ કરવામાં આવી છે સાથે બીઆરટીએસ સુવિધા પણ ફરી ધમધમતી થઈ છે, શહેરમાં ઘટતા જતા જતા કોરોના સંક્રમણ વચ્ચે અમદાવાદ મ્યનિસિપર્લ કોર્પોરેશન AMTS અને BRTS બસને ફરી દોડાવવાનો નિર્ણય કર્યો છે

મહત્વનું છે કે કોરોના સંક્રમણ વધતા શહેરમાં આ બસ સુવિધાઓને કેટલાક અંશે બંધ કરવામાં આવી હતી જ્યારે બાદ આજે વધુ AMTSની 575 બસ અને BRTSની 250 બસ દોડતી થવા જઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed