બધા પાટીદારો એક થઈ જાય તો આટલા સિંહાસનો હલાવી શકે, જાણો કેટલો છે પાટીદારોનો પોલિટિકલ પાવર

0

બધા પાટીદારો એક થઈ જાય તો આટલા સિંહાસનો હલાવી શકે, જાણો કેટલો છે પાટીદારોનો પોલિટિકલ પાવર,ખોડલધામ ખાતે બે દિવસ પહેલા એક એવી બેઠક મળી, જેના કારણે ગુજરાતના રાજકીય વાતાવરણમાં અચાનક જ ગરમી આવી ગઈ.

બેઠક હતી પાટીદાર આગેવાનોની. જેમાં ગુજરાતમાં રાજકીય ક્ષેત્રે પાટીદારોના પ્રભુત્વ પર ચર્ચા થઈ. અને માગ ઉઠી કે વર્ષ 2022માં ગુજરાતના મુખ્યમંત્રી પાટીદાર હોવા જોઈએ.ખોડલધામ ખાતે યોજાયેલી બેઠકમાં કડવા અને લેઉવા પાટીદારો મતભેદ ભૂલીને એકતાનો સંદેશ આપ્યો છે ત્યારથી સમાજની મહત્વકાંક્ષા પણ વધી અને સમાજને રાજ્યના CM કે અન્ય હોદ્દાઓ પર મહત્વનું પદ મળે તે માટે ચર્ચાઈ રહ્યું છે.

જો કે 2022મા વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે પાટીદાર બેઠક મળી તેમાં રાજકીય નિર્દેશો મળ્યા ત્યારે સમાજની મહત્વકાંક્ષા પણ સામે આવી રહી છે. ભાજપમા પાટીદાર મહ્ત્વકાંક્ષી અંગે પૂછતાં ભાજપનાં પાટીદાર નેતા અને ભાજપનાં મંત્રી મહેશ કસવાલા જણાવ્યું કે,રાજ્યમા પાટીદાર સમાજએ સંગઠિત સમાજ છે,જે કૃષિ અને વૈજ્ઞાનીક ક્ષેત્રે આગળ વધ્યો એટલે સુસુક્ષિત આગળ વધ્યો છે.

તેમ રાજનીતિમાં પણ મુખ્યમંત્રી જેવા પદમાં તમામ સાથે લઈ શકાઉ તેવું નેતૃવ જરૂરી છે. જો કે પાટીદાર આંદોલન બાદ પાટીદાર સમુદાયમાં ક્યાંક કોગેસને સમર્થન સાથે કોગેસ તરફ મહ્ત્વકાંક્ષી બન્યું હોય તેમ જોવા મળી રહ્યું છે.

ત્યારે આજે કોગેસના પાટીદાર નેતાઓ પણ બેરોજગારી કે રોજગારી માટે જે સક્ષમ બને તેવા નેતાઓ પ્રધાન્ય આપવાની વાત કરી સમાજ નહિ પરંતુ રાજ્યના અનેક લોકો રોજગારી તકો અને પ્રશ્નો વાચા આપે તેના તરફી મહ્ત્વકાંક્ષી બનવાની વાત કરી રહ્યા છે જો કે ભાજપ હોય કે કોગેસ બન્ને પોતાના પક્ષના શાસન અંગે સમાજ માટે મહ્ત્વકાંક્ષી સેવી રહ્યા હોવાનું સ્વાભાવિક છે,પરંતુ રાજકીય વિશ્લક હરિ દેસાઈનું કહેવું છેકે ફક્ત કોઈ એક સમાજ મહ્ત્વકાંક્ષી બને તે અગત્યનું નથી પરંતુ તમામ સમાજ મહ્ત્વકાંક્ષી બને તે જરૂરી છે.

જો કે હાલ રાજ્યમા OBC સમાજ 40 ટકા છે,જ્યારે પાટીદાર 12 ટકા છે,પરંતુ રાજકીય પ્રભાવ અને વગ વધારે છે,માટે પારીદર મહતકાક્ષી બન્યા છે. જો કે હાલ તો પાટીદાર સમુદાય એક મંચ પર આવ્યા બાદ આડકતરી રીતે સમાજને પ્રધાન્ય આપવાનો મેસેજ આપ્યો છે. ત્યારે હવે ત્રીજા વિકલ્પ તરીકે આમ આદમીએ પણ પગ પેસારો કર્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed