જાહેરાત AAP એ કરી અને સામે સામે ભાજપ-કોંગ્રેસની નિવેદન બાજી શરૂ થઈ

0

જાહેરાત AAP એ કરી અને સામે સામે ભાજપ-કોંગ્રેસની નિવેદન બાજી શરૂ થઈ,મહત્વનું છે કે આજે અમદાવાદમાં AAPના પ્રદેશ કાર્યાલયના ઉદ્ઘાટન માટે અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવ્યા હતાં. જ્યાં જાણીતા મીડિયાના પૂર્વ પત્રકાર ઈસુદાન ગઢવી પણ વિધિવત્ રીતે પક્ષમાં જોડાયા હતાં.

આ પ્રસંગે કેજરીવાલે ગુજરાતમાં તમામ બેઠકો પર આગામી 2022ની વિધાનસભા ચૂંટણીમાં લડવાની જાહેરાત કરી હતી. જેના પગલે ભાજપ અને કોંગ્રેસની પ્રતિક્રિયાઓ સામે આવી હતી.કેજરીવાલના આરોપ પર ભાજપ પ્રવક્તા યમલ વ્યાસે કહ્યું કે ભાજપનાં પોતાના બળે ચૂંટણી લડે છે. ભાજપને અન્ય કોઈ પણ પક્ષની જરૂર નથી.

અમારા કામો થકી જ આશીર્વાદ મળ્યા છે અને આગળ મળતા રહેશે.બીજી બાજુ કોંગ્રેસે AAP પાર્ટીને ભાજપની B ટીમ ગણાવી હતી. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે આમ આદમી પાર્ટી ભાજપની જ બી ટીમ છે અને ભાજપને જ ફાયદો કરાવવા માટે આપની એન્ટ્રી કરવામાં આવી છે.

ભારતીય જનતા પાર્ટી પોતે નિષ્ફળ રહેતા હવે તેમની બી ટીમને ગુજરાતમાં ઉતારવામાં આવી છે. કોંગ્રેસ નેતાએ અર્જુન મોઢવાડિયાએ પણ ટ્વિટ કરીને કહ્યું કે જે ગુજરાતમાં ચીમનભાઈ પટેલ, કેશુભાઈ પટેલ અને શંકરસિંહ વાઘેલા ભાજપનો વિકલ્પ ન બની શક્યા તો દિલ્હીથી આવેલા કઈ રીતે બની શકશે? વિકલ્પ કોંગ્રેસ જ છે અને કોંગ્રેસ જ રહેવાનો છે.પત્રકાર પરિષદને સંબોધન કરતા દિલ્હીના મુખ્યમંત્રીએ મોટી જાહેરાત કરી હતી.

કેજરીવાલે કહ્યું કે, આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે AAP 2022ની ચૂંટણીમાં 182 બેઠક પર ચૂંટણી લડશે. ગુજરાત વિધાનસભાની દરેક બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારને ઉભો રાખવામાં આવશે. ગુજરાત પ્રવાસે આવેલ અરવિંદ કેજરીવાલે અમદાવાદ સ્થિત સર્કિટ હાઉસ ખાતે એક ખાસ બેઠક યોજી હતી, આ દરમિયાન ઈસુદાન ગઢવીએ તેમની સાથે મુલાકાત યોજી હતી.

આ મુલાકાત પરથી સ્પષ્ટ થયું છે કે, ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાઈને પોતાની રાજકીય કારકિર્દીના શ્રી ગણેશ કર્યા હતા.
AAPમાં વિધિવત્ રીતે જોડાયા બાદ બોલ્યાં કે ગુજરાતમાં બદલાવ લાવવાનો છે અને તેની માટે જ રાજકારણમાં આવ્યો છું. લોકો કહેતા હતા કે મતદાન તો કરવું છે પરંતુ ગુજરાતમાં એવો કોઈ ત્રીજો વિકલ્પ નથી એટલે કોને મતદાન કરીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed