AMTS, BRTS માં મુસાફરી કરતા લોકો માટે આવ્યા મોટા સમાચાર-જાણવું અત્યંત જરૂરી

0

પહેલા જે 50 ટકા બસો દોડતી હતી તેમાં વધારો કરાયો છે.શહેરમાં AMTSની 600માંથી 575 બસ દોડશે. તો BRTSની 350 બસ દોડશે. ઉલ્લેખનીય છે કે, હાલ અમદાવાદમાં AMTSની 300 અને BRTSની 125 બસો દોડે છે.અમદાવાદ શહેરમાં સતત પોણા ત્રણ મહિના જેટલો સમય બંધ રહ્યાં બાદ AMTS-BRTS બસ ધમધમતી થઈ ગઇ છે.

50 ટકાની ક્ષમતા તેમજ 50 ટકા બસ રોડ પર દોડતી કરવામાં આવી હતી જે ક્ષમતા હવે વધારી દેવામાં આવી છે. કોરોનાની બીજી લહેરનો પ્રકોપ વધતા માર્ચ માસમાં તંત્ર દ્વારા બસ સેવાને બંધ કરવામાં આવી હતી.જો કે બસ સેવા શરૂ થતા રોજ અપ-ડાઉન કરતા નોકરિયાત તેમજ મુસાફરોમાં આનંદ જોવા મળ્યો હતો.રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 455 નવા કેસ નોંધાયા તો 6 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા, નવા કેસની સામે આજે ગુજરાતમાં 1,063 દર્દીઓ સાજા થયાં.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 455 નવા કેસ નોંધાયા છે, તો 6 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા છે. આજે ફરી એક વખત ગુજરાતમાં, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા આજેપણ સાજા થનારનો આંકડો વધુ છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં 9,997 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે.

જો કે, નવા કેસની સામે આજે ગુજરાતમાં 1,063 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 8,00,075 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. આમ આજે કેસ પણ ઘટ્યા અને સાજા થનારનો આંકડો રાહત આપનારો છે. રાજ્યમાં હાલ 253 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 10,249 પર પહોંચ્યો છે.ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં આજે કોરોનાના 54 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 1 કેસ નોંધાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed