પોતાને અમરેલીલો બાપ કહેનારો ઝડપાયો, એસપી ને પણ ફેંક્યો હતો પડકાર, જાણો કિસ્સો

0

પોતાને અમરેલીલો બાપ કહેનારો ઝડપાયો, એસપી ને પણ ફેંક્યો હતો પડકાર,અમરેલી શહેરમાં પેટ્રોલ પંપ માલિક હિતેશભાઈને છત્રપાલ વાળા દ્વારા ફોન પર રૂ.10 લાખની ખંડણીની માગણી કરાઈ હતી. આની સાથે જાનથી મારી નાખવાની તથા ફાયરિંગ કરવાની ધમકી આપવામાં હતી. આ પ્રકારની ઓડિયો-ક્લિપ પણ વાઇરલ થતાં સમગ્ર જિલ્લામાં ચકચાર મચી હતી.

જ્યારે આ ઓડિયો-ક્લિપમાં અમરેલીના એસપીને પણ ખુલો પડકાર ફેંક્યો હતો અને આરોપીએ ચેલેન્જ ફેંકી હતી. ત્યારે બાદ ફરિયાદી હિતેશભાઈ દ્વારા સિટી પોલીસમાં પોલીસ ફરિયાદ આપતાં અમરેલી પોલીસની ટીમોએ અલગ અલગ દોડી તપાસ હાથ ધરી હતી.

ત્યારે મોડી રાતે આરોપી છત્રપાલ વાળાને અમરેલી એલસીબી દ્વારા પકડી પડાયો હતો.અમરેલી શહેરમાં આવેલા ગુરુદત્ત પેટ્રોલ પંપના માલિક હિતેશ આડતિયાને ફોન કરી છત્રપાલ વાળાએ 10 લાખ રૂપિયાની ખંડણી માગી હતી.

શાંતિથી પેટ્રોલ પંપ ચલાવવો હોય તો દસ લાખ રૂપિયા આપવાની માગ કરી હતી અન્યથા પેટ્રોલ પંપના માલિક પર ફાયરિંગ કરવાની ધમકી આપી હતી.છત્રપાલ વાળા અને પેટ્રોલ પંપના માલિક હિતેશભાઈ વચ્ચેની વાતચીત વાઈરલ થયેલી સાડાત્રણ મિનિટની ઓડિયો-ક્લિપમાં છત્રપાલ વાળાએ અમરેલી એસપી અને સાંસદ નારણ કાછડિયાના નામોનો ઉલ્લેખ કરી બેફામ વાણીવિલાસ કર્યો હતો.

છત્રપાલ વાળાએ પોતાને અમરેલીનો બાપ ગણાવ્યો હતો અને દસ લાખની માગ કરી હતી. પેટ્રોલ પંપના માલિકે ના પાડતાં ત્રણ દિવસમાં ફાયરિંગ કરવાની ધમકી પણ આપી હતી.અમરેલી પોલીસ પૂછપરછ કરી રહી છે આ 10 લાખની ખંડણી કેમ માંગી ફાયરીંગ કરવાની ધમકી કેમ આપી આ પાછળ શુ કારણ હતુ ધમકી આપી ભાગી ગયા બાદ આરોપીને કોણે કોણે મદદ કરી અન્ય સાથે કોઈ કનેક્શન છે કે કેમ તે દિશામાં પણ તપાસ થશે તપાસ બાદ સીટી પોલીસને સોંપી દેવાશે.સમગ્ર ઘટનામાં આરોપી છત્રપાલ વાળા દ્વારા ખંડણી માંગતી વખતે અમરેલી SP “નિરલિપ્ત રાય” જેનુ ગુજરાત IPS લોબીમા અલગ કડક ઓફિસર તરીકે છાપ ધરાવે છે.

તેના વિરુદ્ધ તેમનું નામ લઈ કેટલોક વાણી વિલાસ કરતા પોલીસ બેડા અને ગૃહ વિભાગ સુધી ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હોવાનુ જાણવા મળી રહ્યું છે. આરોપીને તાત્કાલીક પકડી પાડવા માટે ફરજ પાડી દીધી જે આઇપીએસના નામ સાંભળી દરેક રાજકીય પાર્ટીના દિગજનેતા ઓ ફફડી ઉઠ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed