હવે RTO ટેસ્ટ આપ્યા વિના જ બની જશે ડ્રાંઇવિંગ લાઇસન્સ-જાણો કેવી રીતે

0

હવે તમે ડ્રાઈવિંગ ટેસ્ટ આપ્યા વિના જ લાઈસન્સ કઠાવી શકો છો. તેના માટે તમારે માર્ગ પરિવહન મંત્રાલય (Ministry of Road Transport) પાસેથી માન્યતા પ્રાપ્ત કરેલ ડ્રાઈવિંગ ટેસ્ટ સેન્ટરમાંથી ટ્રેનિંગ લેવી ફરજીયાત છે.

ત્યાર બાદ તમને ત્યાંથી એક સર્ટિફિકેટ આપવામાં આવશે. જેથી તમારે ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવતા સમયે ટેસ્ટ આપવાની જરૂર નહિ પડે. આ માન્યતા પ્રાપ્ત કરેલા ટેર્નિંગ સેન્ટર 1 જુલાઈથી શરૂ કરી દેવમાં આવશે. રોડ મંત્રાલય દ્વારા આ અંગેના આદેશ જાહેર કરી દેવમાં આવ્યો છે.માર્ગ પરિવહન મંત્રાલયના જણાવ્યા અનુસાર, દર વર્ષે દેશમાં થતા અકસ્માતોનું એક કારણ ટ્રેન થયેલા ડ્રાઇવરોનો અભાવ છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર હાલમાં દેશમાં આશરે 22 લાખ ડ્રાઈવરોની અછત છે.આ ઉણપને પહોંચી વળવા અને માર્ગ અકસ્માતોને ઘટાડવા માર્ગ અને પરિવહન મંત્રાલયે નિર્દેશ નિર્દેશો મુજબ દેશભરમાં ડ્રાઇવર ટેનિંગ સેન્ટરો ખોલવાની મંજૂરી આપી દીધી છે.

અહીં બાયમેટ્રિક હાજરી અને ઇન્ટરનેટ માટે બ્રોડબેન્ડ કનેક્ટિવિટી જરૂરી રહેશે. પાર્કિંગ, રિવર્સ ડ્રાઇવિંગ, ડાઉનહિલ ડ્રાઇવિંગ વગેરેની તાલીમ આપવા માટે ડ્રાઇવિંગ ટ્રેક ફરજિયાત રહેશે. આમાં સિદ્ધાંત અને વિભાજનના અભ્યાસક્રમો હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed