ગુજરાતમાં આ દિવસો દરમિયાન ત્રાટકશે વરસાદ, જાણો ક્યાં ક્યાં પડી શકે છે

0

ગુજરાતમાં આ દિવસો દરમિયાન ત્રાટકશે વરસાદ,રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં 15 જૂને વરસાદની આગાહી કરાઇ છે.

ચોમાસુ સુરત અને ગોવા વચ્ચેથી પસાર થઇ રહ્યું છે. જ્યારે દ.ગુજરાતમાં આજે અને 14 જૂને ભારે વરસાદની આગાહી કરાઇ છે. તો સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં ભારે વરસાદ પડશે.

ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, રાજકોટ, દ્વારકામાં હળવો વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.મુંબઈમાં સતત વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયુ છે.

ત્યારે વેસ્ટન એક્સપ્રેસ હાઈવે પર ધીમી ગતિએ વાહનવ્યવહાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે 13-14 જૂનના દિવસે ભારે વરસાદની આગાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed