ગુજરાતમાં બનશે આ વલર્ડ રેકોર્ડ, માત્ર 20 જ દિવસમાં તૈયાર થશે પૂલ, જાણો કેવી રીતે થશે કમાલ

0

ભારતમાં પહેલીવાર 20 જ દિવસમાં બ્રિજ ઊભો કરવાનો રેકોર્ડ બનવા જઈ રહ્યો છે. દાવો છે કે બીજી જૂને શરૂ થયેલ બ્રિજ નિર્માણ 22 જૂને સંપૂર્ણ થઈ જશે. દેશમાં પહેલીવાર 20 જ દિવસમાં પુલ બનાવવાનું કામ પૂર્ણ કરવાનો રેકોર્ડ બનવા જઈ રહ્યો છે અને આ રેકોર્ડ ગૌરવશાળી ગુજરાતના નામે થયો છે.

વેસ્ટર્ન ડેડીકેટેડ ફ્રેટ કોરિડોરના ચીફ જનરલ મેનેજર શ્યામ સિંહે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે રોડ ઓવરબ્રિજનું 75 ટકા કામ માત્ર એક જ સપ્તાહમાં કરી લેવામાં આવ્યું છે.

પુલ બનાવવાનું કામ બીજી જૂને શરૂ કરવામાં આવ્યું હતું અને વિશ્વાસ છે કે 20 જ દિવસમાં કામ પૂર્ણ થઈ જશે. સરકારે પણ 20 દિવસ માટે ટ્રાફિક બ્લોક કરવાની મંજૂરી આપી હતી. નોંધનીય ચેક એ વલસાડમાં પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડતા આ બ્રિજને બનાવવામાં ખૂબ સમય લાગે તેવું છે.

જૉ આ બ્રિજ બનાવવા માટે નોન સ્ટોપ કામ કરવામાં આવે તો પણ 100 દિવસે કામ પૂરું થાય અને 100 દિવસ સુધી ટ્રાફિકને રોકી શકાય નહીં.એવામાં ઓથોરિટીએ વિચાર કર્યો કે બ્રિજના હિસ્સાઓને પહેલાથી જ બનાવી લેવામાં આવે. અને તે બાદ તે હિસ્સાઓ ત્યાં લાવીને જોડી દેવમાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed