ચોમાસા પહેલા જ કુલ 130 ડેમ છલકાઇ ગયા, ગુજરાતનો આ મોટો ડેમ પણ…

0

ડેમ અને બેરેજ જેવા મુખ્ય જળાશયોમાં છેલ્લા 10 વર્ષની સરેરાશથી 27 ટકા વધુ પાણી છે. સેન્ટ્રલ વોટર કમિશન દેશના 130 મોા જળાશયો પર નજર રાખે છે.અલગ અલગ રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રના જળાશયોમાં સામાન્યથી 75 ટકા, ગુજરાતમાં 47 ટકા, ઝારખંડમાં 25 ટકા, યુપીમાં 10 ટકા, મધ્યપ્રદેશમાં 14 ટકા, રાજસ્થાનમાં નવ અને છત્તીસગઢના જળાશયોમાં ત્રણ ટકા વધુ પાણી છે.

તો બીજી તરફ દેશના અમુક રાજ્યોમાં પાણીની ઘટ જોવા મળી રહી છે. પંજાબમાં સરેરાશથી 25 ટકા, હિમાચલમાં 64 ટકા, ઉત્તરાખંડના જળાશયોમાં 10 ટકા પાણીની ઘટ છેનોંધનીય છે કે, આગામી પાંચ દિવસમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઈ જશે.

હવામાન વિભાગની આગાહી મુજબ 11થી 16 જુન સુધીમાં રાજ્યના 21 જિલ્લાઓમાં છુટાછવાયા ઝાપટાથી હળવો વરસાદ વરસવાની શક્યતા. જ્યારે વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે.ભાવનગર, અમરેલી સહિત સૌરાષ્ટ્રના મોટા ભાગવના વિસ્તારો અને અમદાવાદમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. તો સોમવાર સુધીમાં કચ્છને બાદ કરતા મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.સમગ્ર દેશની વાત કરીએ તો ચોમાસુ માત્ર આઠ દિવસમાં અડધાથી વધુ દેશમાં સક્રિય થઈ ગયું છે. સામાન્ય રીતે અડધા દેશને આવરી લેવામાં બે અઠવાડિયા લાગશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed