રાજ્યમાં ખોડલધામ ખાતે પાટીદાર મંત્રીઓના સુર ગુંજતા નીતિન પટેલે આપ્યું મોટું નિવેદન, જાણો

0

નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, દરેક સમાજ પોત-પોતાની રીતે માંગણી કરે છે. ભાજપ રાષ્ટ્રીય પક્ષ છે.રાજકીય નિર્ણય પક્ષનું મોવડીમંડળ નક્કી કરે છે. કોઇ પણ સમાજ ગમે તે માગણી કરે તેમનો હક છે. પાર્ટી જરૂરિયાત મુજબ યોગ્ય નિર્ણય કરતું હોય છે. હાલ ચૂંટણી નથી એટલે નિર્ણય કોઈ કરવાની જરૂર નથી.

દરેક સમાજ પોતાની રીતે સંગઠીત થાય છે. શૈક્ષણિક રીતે આગળ આવવા એકત્ર થતા હોય છે. આજે કડવા અને લેઉઆ પટેલ સમાજ એકત્ર થયા છે. દરેક સમાજ એકત્ર થાય તે સમાજનો અધિકાર છે.ખોડલધામ ખાતે પાટીદાર અગ્રણીઓની બેઠક બાદ હાર્દિક પટેલની પોસ્ટ સામે આવી છે. બેઠક બાદ હાર્દિક પટેલે ફેસબુક પોસ્ટમાં પાટીદાર આંદોલનને લઈ નિવેદન આપ્યું છે.

હાર્દિકે કહ્યું કે, મેં અને મારી ટીમે જે બીજ વાવ્યું તે વટવૃક્ષ બનશે. હાર્દિક પટેલે હેસટેગ પાટીદાર લખીને આ પોસ્ટ કરી છે. કાગવડ ધામ ખાતે લેઉવા અને કડવા પટેલ અગ્રણીઓની બેઠક બાદ ચેરમેને જણાવ્યું કે, આજની બેઠકમાં મહત્વની ચર્ચા કરાઈ છે. ખાસ કરીને સંગઠનને કેવી રીતે મજબૂત કરવું અને પાટીદાર સમાજને રાજકીય પ્રભુત્વ કેવી રીતે મળે તે અંગે મંથન કરવામાં આવ્યું હતું.

સાથે જ પાટીદાર સમાજના વિકાસ અંગે પણ ચર્ચા કરાઈ હોવાની વાત નરેશ પટેલે કરી હતી. તો આ સાથે જ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દરેક પાટીદાર સંસ્થા એક નેજા હેઠળ આવશે અને હવેથી લેઉવા-કડવા નહી હવે પાટીદાર લખાશે.

તો નરેશ પટેલે તાજેતરમાં જ રાજ્યમાં ત્રાટકેલા તાઉતે વાવાઝોડાને લઈને પણ મહત્વનું નિવેદન આપતા કહ્યું કે, ખેડૂતોને થયેલા નુકસાન અંગે સરકારમાં રજૂઆત કરીશું. તો જરૂર પડશે તો ચૂંટણીમાં સારા ઉમેદવારને ટેકો આપવાની પણ વાત તેમણે કરી હતી. ખોડલધામ ખાતે લેઉવા-કડવા પાટીદાર બેઠકમાં પાટીદાર અગ્રણી ભીમજી નાકરાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે કે, નવા મુખ્યમંત્રી પાટીદાર જ હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed