રાજ્યમાં ચોમાસાનો આક્રમક પ્રારંભ, આ શહેરમાં પડી શકે છે ધોધમાર વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી,આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે તો વલસાડ, નવસારી, દાદરા નગર હવેલી, તાપી ડાંગ સહીત વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે અમદાવાદ, ગાંધીનગરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.
તેમજ દરિયા કાંઠે માછીમારોને આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છેગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થઇ ગયું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે જૂનના અંત સુધીમાં રાજ્યામાં સાર્વત્રિક વરસાદ પડશે. ગુજરાતમાં પણ હવે ચોમાસાનું આગમન થયું છે.
30 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસું બેસી જશે તેવી હવામાન વિભાગે જાણકારી આપી છે. રાજ્યમાં ચોમાસાનો 6 દિવસ પૂર્વે પ્રવેશ થઈ ગયો છે. આગામી દિવસોમાંમ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે તેમજ વલસાડ અને નવસારી સહિત દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરાઈ છે.
આગામી ત્રણ દિવસ અન્ય વિસ્તારોમાં છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 30 જૂન સુધીમાં સમગ્ર રાજયમાં ચોમાસુ સક્રિય થઈ જશે.વલસાડ, વાપી, પારડી, કપરાડા, ધરમપુર અને ઉમરગામ તાલુકામાં વરસાદ તૂટી પડ્યો હતો તેમજ નવસારી, દાદરા નગર હવેલી, તાપી ડાંગ સહીત વરસાદની આગાહી કરવામાં આવી છે.
દરિયા કાંઠ વિસ્તારમાં રહેતા માછીમારોને આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.સામાન્ય રીતે કેરળમાં ચોમાસું બેસે તેના 15 દિવસમાં ગુજરાતમાં ચોમાસાનું આગમન થતું હોય છે પરંતુ આ વર્ષે ગુજરાતમાં ચોમાસાનું આગમન જલ્દી થયું છે. મુંબઈમાં પણ સમય પહેલા જ ચોમાસું શરૂ થઈ ગયું છે બુધવારે મુંબઈમાં હાઈ ટાઈડની ચેતવણી આપવામાં આવી હતી સાથે જ આગામી 48 કલાક સુધી ધોધમાર વરસાદની આગાહી કરાઈ છે.