રાજ્યના ખેડૂતો માટે કિસાન સહાય યોજના કરાઈ જાહેર, જાણો કઈ પરિસ્થિતિમાં મેળવી શકશો

0

રાજ્યના ખેડૂતો માટે કિસાન સહાય યોજના કરાઈ જાહેર, જાણો કઈ પરિસ્થિતિમાં મેળવી શકશો,ખેડૂતો માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કુદરતી આપત્તિમાં પાક નુકસાનીમાં કિસાન સહાય યોજનાને મંજૂરી આપી છે.

ખરીફ ઋતુ 2021માં ખેડૂતો માટે સરકારની યોજના જાહેર કરાઈ છે. આ યોજનાથી રાજ્યના 53 લાખ ખેડૂતોને લાભ મળશે. 33થી 60 ટકા નુકસાનમાં પ્રતિ હેક્ટર 20 હજારની સહાય આપવામાં આવશે. તો 4 હેક્ટર મર્યાદામાં સરકાર સહાય કરશે.

60 ટકાથી વધુ નુકસાનમાં પ્રતિ હેક્ટર 25 હજાર સહાય ચૂકવાશે. અને ખેડૂતોએ કોઇ પણ પ્રિમીયમ ભરવાનું રહેશે નહીં.ખરીફ ઋતુમાં થયેલ પાક નુક્સાનની ટકાવારી 33 થી 60 ટકા હોય તો પ્રતિ હેક્ટર રૂપિયા 20,000ની સહાય વધુમાં વધુ 4 હેક્ટરની મર્યાદામાં અપાશે,ખરીફ ઋતુમાં થયેલ પાક નુક્સાન 60 ટકાથી વધુ હોય તો પ્રતિ હેક્ટર રૂપિયા ૨૫,૦૦૦ની સહાય મહત્તમ ૪ હેક્ટરની મર્યાદામાં અપાશે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોની અરજી ઓનલાઇન મેળવવા ડેડિકેટેડ પોર્ટલ પણ તૈયાર કરાશે.

લાભાર્થી ખેડૂતોએ ઇ-ગ્રામ સેન્ટર ઉપર જઇ પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહશે. ખેડૂતોને અરજી માટે કોઇપણ પ્રકારની ચૂકવણી કે ફી ભરવાની રહેશે નહીં. તેમજ અરજીની ડેટા એન્ટ્રી માટે રાજ્ય સરકાર સંપૂર્ણ ખર્ચ ચૂકવશે.આ મુખ્યમંત્રી સહાય યોજનામાં પ્રાથમિક આકારણી અને ખેડૂતોની અરજીના આધારે લાભની ગણતરી તેમજ તાલુકા કક્ષાએથી સહાય મંજૂર થયા બાદ જિલ્લા કક્ષાએથી સહાયની રકમ લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં સીધી DBT દ્વારા ચૂકવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed