ગુજરાત

એકલતાનો લાભ લઇ કિશોરી સાથે કર્યા અડપલાં, અંતે ભાજપના આ કાર્યકર્તા સામે નોંધાયો ગુનો

એકલતાનો લાભ લઇ કિશોરી સાથે કર્યા અડપલાં, અંતે ભાજપના આ કાર્યકર્તા સામે નોંધાયો ગુનો,સુરતના ઉધના વિસ્તારમાં ગાંધી કુટીર સોસાયટી ખાતે રહેતા યુવકે 15 વર્ષની કિશોરી સાથે છેડતી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. વિશાલ ઉર્ફે ભૂષણ પાટિલ દ્વારા કિશોરીની છેડતી કરવામાં આવી હતી.

ટેરેસ પર એકલતાનો લાભ લઈને કિશોરી સાથે અડપલાં કરાયાં હતાં. છેડતીના ચોથા દિવસે પોલીસે પોક્સો સહિતની કલમ લગાવી ગુનો દાખલ કર્યો છે. છેડતીનો આરોપી વિશાલ ભાજપનો કાર્યકર હોવાની સાથે નેતાઓ સાથે હોવાના ફોટા સામે આવ્યાં છે.વિશાલ પાટીલે કિશોરી સાથે શારીરિક છેડતી કરતા કિશોરી થોડા સમય માટે ભયભીત થઈ ગઈ હતી. ઘટના બન્યા બાદ કિશોરીએ આ અંગે તેના પરિવારના સભ્યો સાથે વાત કરી હતી.

પરિવારના સભ્યોને જ્યારે યુવક દ્વારા પોતાની દીકરી સાથે આ પ્રકારની ઘટના કર્યો હોવાનું ધ્યાનમાં આવતા ઉધના પોલીસનો સંપર્ક કર્યો હતો. જ્યાં પીડિત કિશોરીએ તમામ બાબતો અંગે પોલીસને માહિતી આપી હતી.

ત્યારબાદ પોલીસ દ્વારા ઝીણવટ પૂર્વકની તપાસ હાથ ધરાતા આરોપી વિશાલ ઉર્ફે ભૂષણ પાટીલની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે, તેણે ટેરેસ ઉપર એકાંતનો લાભ લઇ ને કિશોરી સાથે શારીરિક અડપલા કર્યા હતા.ભોગ બનનાર કિશોરી સગીર હોવાથી ઉધના પોલીસ સ્ટેશનમાં વિશાલ ઉર્ફે ભૂષણ સામે પોક્સો એક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વિશાલ ભૂષણ પાટીલ ગાંધી કુટીર સોસાયટીમાં રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *