તે પોતાને બીજેપીના સામાન્ય સૈનિક ગણાવી રહ્યા છે. હકીકતે પાછલા થોડા દિવસોથી યુપીમાં તેજ હલચલ થઈ રહી છે યોગી આદિત્યનાથની રાષ્ટ્રીય મહત્વકાંક્ષાને પણ તેનું કારણ માનવામાં આવી રહ્યું છે. યોગી આદિત્યનાથે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘જ્યારે હું સાંસદ હતો ત્યારે પણ મારી એવી કોઈ મહત્વકાંક્ષા ન હતી. આજે પણ મારી આવી કોઈ મહત્વકાંક્ષા નથી.
તેમણે કહ્યું કે તે એક સામાન્ય સૈનિક છે જે બીજેપીના વિજય અને વિકાસ, સુરક્ષા અને સમૃદ્ધિ માટે પીએમ મોદીના કેમ્પેઈન પર કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું, રાજ્ય સરકારના પાછલા ચાર વર્ષોની ઉપલબ્ધિઓ છે. તેનાથી ખુશીની વાત બીજી કઈ હોઈ શકે.યોગીના રાષ્ટ્રીય મહત્વકાંક્ષાની અટકળોને ખારીજ કરવા માટે બીજી ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે. પાછલા ઘણા દિવસોથી બીજેપી હાઈ કમાન અને યોગીની વચ્ચે જે તકરારની વાત કરવામાં આવે છે
તેના પર પૂર્ણવિરામ લગાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. સાથે જ યોગીએ કહ્યું કે તેનું ફોકસ હવે આવતા વર્ષે આવનાર વિધાનસભા ચૂંટણી પર છે જેમાં તેમણે બીજેપીની જીતનો દાવો કર્યો છે. હકીકતે યુપીથી લઈને દિલ્હી સુધી ચર્ચા થવા લાગી છે કે સીએમ યોગી આદિત્યનાથ અને બીજેપી હાઈ કમાનની વચ્ચે તકરાર ખૂબ વધી ગઈ છે.
તેના પાછળ કારણ યોગી આદિત્યનાથની રાષ્ટ્રીય મહત્વકાંક્ષા જણાવવામાં આવી રહી છે. રાજનૈતિક નિષ્ણાંતોની વાત માનીએ તો યુપીના રાજકારણની અસર કેન્દ્ર સુધી છે. 80 સાંસદોને દિલ્હી મોકલનાર રાજ્યના સીએમ પોતાને દેશનો પીએમ જુએ તે સ્વાભાવિક છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, યોગી પોતાને પીએમ મોદીનો વિકલ્પ માની રહ્યા છે. એટલે કે તે યુપીથી નીકળીને સીધા પ્રધાનમંત્રી પદની ખુરશી પર બેસવા માંગે છે.