રિલાયન્સના શેરના ભાવ વધતાં ગયા અઠવાડિયે જ મુકેશ અંબાણીણી નેટવર્થમાં કુલ 8.2 અરબ ડોલર એટલે કે 52,621 કરોડ રૂપિયાનો વધારો થયો છે. છેલ્લા ઘણા વર્ષોથી તેમની સેલેરીમાં કોઈ પણ વધારો થયો નથી. આ માહિતી તેમની કંપનીમાંથી આવી છે. તેમની કંપનીએ બુધવારે આખા વર્ષનો રિપોર્ટ રજૂ કર્યો હતો. તેમાં આ વાતની ઉલ્લેખ કરવામાં આવયાઓ હતો કે મુકેશ અંબાણીએ ગત વર્ષે તેમનો પગાર જ નથી લીધો.
સાથે જ શેરધારકોને મુકેશઅંબાણીને પત્ર પણ મોકલ્યો હતો, આ પત્રમાં તેમણે લખ્યું હતું કે કોરોના મહામારીને કારણે ઘણા લોકોની જિંદગી બરબાદ થઈ ગઈ છે અને દેશની આર્થિક વયવસ્થાને પણ ઘણું નુકશાન પહોંચ્યું છે.જો મુકેશ અંબાણીના પગારની વાત કરીએ તો તેમનો વાર્ષિક પગાર 15 કરોડ રૂપિયા છે. કંપનીના જો બીજા અધિકારીઓની વાત કરીએ તો કંપનીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર નિખિલ આર મેસવાનીએ વાર્ષિક 24 કરોડ રૂપિયા પગાર લીધો છે.
બીજા ડાયરેક્ટર હિતલ આર મેસવાનીએ વાર્ષિક 24 કરોડ રૂપિયા પગાર લીધો છે. બોર્ડમાં બીજા પણ ડાયરેકટર સામેલ છે જેમાં PMS પ્રસાદને વાર્ષિક 12 કરોડ રૂપિયા, પવન કુમાર કપિલને 4.24 કરોડ રૂપિયા મળ્યા છે.